(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ સહિત જુદી જુદી સમિતિના ચેરમેનનો અઢી વર્ષનો સમય પૂર્ણ થયો છે. જેને લઈને આજે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રણેતા અજયભાઈ લોરીયાએ તેમની અઢી વર્ષની કામગીરી વિકાસની કામગીરી અંગે દરેક અધિકારીઓની એક મિટિંગ યોજી હતી બાદ પત્રકાર પરિષદ યોજીને તેમણે કરેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતુંકે મોરબી જિલ્લાના કામો માટે કુલ ૨૯૦ કરોડ ૬૨ લાખ મંજૂર થયા હતા. જેમાં મોરબી માળિયા માટે ૧૧૫ કરોડ મંજૂર કરાયા હતા. આ તકે મોરબી ના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજી દેથરિયા ,જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી નો ખુબ ખુબ આભારી છું જેમણે મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના કુલ ૧૭૧ કામો મંજૂર થયા હતા. જે પૈકી ૧૩૭ કામો પૂર્ણ કર્યા છે અને ૩૨ કામો હાલ પણ કાર્યરત છે. જ્યારે અન્ય ૧૨ કામો સંજોગોવસાત હાલ પેંડીગ છે. જે ટૂંક સમયમાં હાથમાં લઇ લેવામાં આવશે આ તકે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય દરમ્યાન બાંધકામ સમિતિ ના ચેરમેન પદે પ્રજા ની સેવાનો મોકો આપ્યો એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના તમામ ભાજપના અગ્રણીઓ વડીલોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. છું.ભાજપ સરકાર ભરોસા ની સરકાર છે જે આગામી સમયમાં પણ અણનમ રહશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ વેળાએ ચંદ્રિકાબેન કડીવાર નથુભાઈ કડીવાર જેઠાભાઈ પારગી સહિત જિલ્લા પંચાયતના સદસ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8