બોલીવુડમાં એક ફિલ્મ હિટ જાય તોએવા જ વિષય પર ફિલ્મો બનાવવાની હોડ લાગી જાય ચગે. તમામ લોકો એક જ જેવા વિષય પર ફિલ્મ બનાવવાનું શરુ કરી નાંખે છે. અને પરિણામ ફિલ્મો ઊંઘા માથે પટકાય છે. ક્યાં સુધી એક જ વિષય ઉપર સંવાદોઅને ડાયલોગ ડિલિવરી જોવાની.’કાશ્મીર ફાઇલ્સ’ એ ફિલ્મ જગતમાં હલચલ મચાવી દીધી. તો તેવા જ વિષય ઉપર બીજી ફિલ્મ આવી ‘ધ કેરાલા સ્ટોરી’ ચોક્કસથી આવી ફિલ્મો સમાજમાં થોડી જાગૃતિ લાવવાનું કામ કરી ગઈ.
પરંતુ દેશમાં જે રીતે ભગવા લહેર છે તેને બોલોવુડ પણ ક્યાંકને ક્યાંક તેને એનકેશ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે. આ બંને ફિલ્મો પછી પણ ભગવા છાવણીને લગતા વિષયો પર એક પછી એક ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે,જાણે કે બીજા વિષય જ નથી બચ્યા. કેટલાક લોકો એવા છે કે જેમણે બજેટ અને મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં, આ વાતાવરણનો ફાયદો ઉઠાવીને પોતાના એજન્ડા સાથે ફિલ્મ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નથી. આવું જ કાંઈ ઐતિહાસિક ફિલ્મો વિષે જોવા મળ્યું હતું. જોધા અકબર, પદ્માવત, બાજીરાવ મસ્તાની આવી ફિલ્મોની લાઈન લાગી હતી. અને હવે હિંદુત્વ અને દેશભક્તિના જુવાળ વાળી ફિલ્મો બનાવવા બધા આતુર બન્યા છે.
રિતિક-દીપિકાની ‘ફાઇટર’ તેના પ્રથમ સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. દિગ્દર્શકોએ તેને બાલાકોટ એર સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મ કહીને તેનો ઘણો પ્રચાર કર્યો, અને ભગવા છાવણીને ખુશ કરવા ઘણા સંવાદો રાખ્યા. ફિલ્મના સંવાદ લેખકોએ ‘ભારત અધિકૃત પાકિસ્તાન’ જેવા નવા શબ્દો બનાવ્યા હતા, પરંતુ ફિલ્મ ચાલી શકી ન હતી કારણ કે બાલાકોટ એર સ્ટ્રાઈક કરનાર પાંચ પાઈલટ બિનસાંપ્રદાયિક હતા અને તેમાં શીખ અને મુસ્લિમોનો સમાવેશ થતો હતો. અભિનંદનને બદલે એક શીખ અને મુસ્લિમ પાયલોટને પાકિસ્તાને પકડી લીધો અને મુસ્લિમ શહીદ થયો. ફિલ્મમાં સત્યની આટલી વિકૃતિ લોકો સહન કરી શકતા નથી.
વધુ એક ફિલ્મ નવેમ્બરથી રિલીઝ માટે અટવાયેલી છે, ફિલ્મનું નામ છે ‘રઝાકરઃ ધ સાયલન્ટ જેનોસાઈડ ઓફ હૈદરાબાદ’. આ ફિલ્મ હૈદરાબાદના નિઝામે અલગ દેશ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તો તે રઝાકારો અને તેમના નેતા કાસિમ રિઝવીના કારણે થયો હતો. બીજેપીના ધારાસભ્ય પદના ઉમેદવારે આ ફિલ્મ બનાવી છે અને તે હજુ રિલીઝ થવાની બાકી છે.
ગોધરાકાંડ પછી જે રમખાણો થયા હતા તે પંકજ કપૂરની ‘મૌસમ’, ધોળકિયાની ‘પરઝાનિયાં’ જેવી ઘણી ફિલ્મોમાં કેટલેક જોવા મળ્યા. પરંતુ ગોધરાકાંડ કેમ થયો તે કોઈ ફિલ્મમાં જોવા નથી મળ્યું. આ ઘટના પર વધુ બે ફિલ્મો આવી રહી છે. આમાંથી એક રણવીર શૌરીની ‘એક્સીડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા’ છે, જેનું ટીઝર ગયા વર્ષે મે મહિનામાં રિલીઝ થયું હતું, પરંતુ ઓછા બજેટને કારણે આ ફિલ્મ લાઈમલાઈટમાં આવી શકી નહોતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 1 માર્ચ 2024ના રોજ રિલીઝ થશે. એકતા કપૂરે પણ આ જ વિષય પર એક ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ હશે ‘ધ સાબરમતી રિપોર્ટ’. ફિલ્મ પણ 3 મેના રોજ રિલીઝ થશે.
આવી જ વધુ એક ફિલ્મ છે. ‘અજમેર 92′, અજમેર દરગાહના સેવકો અને ત્યાંના યુવા કોંગ્રેસીઓના ચહેરા પર દાયકાઓથી એક ડાઘ છે, જેને તેઓ ભૂંસી શકતા નથી કે છુપાવી શકતા નથી. એવું માનવામાં આવતું હતું કે ”અજમેર બ્લેકમેલ કાંડ’ ના પીડિતોને ન્યાય આપશે, એ જ રીતે ‘695’ ફિલ્મે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને રોકડી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફિલ્મનું શીર્ષક 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી ઢાંચાના ધ્વંસની ઘટનાઓ, 9 નવેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય અને 5 ઓગસ્ટ 2020 ના રોજ મંદિરના શિલાન્યાસની ઘટનાઓ પર કેન્દ્રિત છે. આથી તેનું નામ ‘695’ રાખવામાં આવ્યું. ફિલ્મને લાઇમલાઇટમાં લાવવા માટે ટીવીની જાણીતી રામાયણ સિરિયલના રામ અરુણ ગોવિલને પણ રોલ આપવામાં આવ્યો હતો અને અખિલેન્દ્ર મિશ્રા, મુકેશ તિવારી, મનોજ જોશી અને ગોવિંદ નામદેવ જેવા પાત્ર કલાકારોને કાસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી પણ કરી શકી ન હતી. .
રણદીપ હુડ્ડા ભગવા છાવણીના પ્રેરણાપુરુષ વીર સાવરકર પર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું શીર્ષક છે ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’. તે ચૂંટણી પહેલા એટલે કે 22 માર્ચે તેને રિલીઝ કરવા જઈ રહ્યા છે. પરંતુ લોકો માને છે કે સાવરકરના કદની સરખામણીમાં રણદીપ હુડા અને અંકિતા લોખંડે જેવા ચહેરાઓ ખૂબ નબળા ચહેરા છે, તેઓ નથી વિચારતા કે આટલા નાના બજેટ અને નાના સ્ટાર્સવાળી ફિલ્મ સાવરકર સાથે ન્યાય કરી શકશે,