- નગરપાલિકા માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટર મોટાભાગની બંધ હાલતમાં દસ વરસથી પણ વધારે સમયથી બનાવેલી થાન માં ભૂગર્ભ ગટર વોર્ડનં.7/4માં સફાઇના અભાવે ગટરના ગંદા પાણી રોડ પર આવી ગયા,
- ગંદા પાણીમાંથી લોકોને પસાર થવુ પડતા રોગચાળાનો ભય
- થાનની મોટાભાગની ભુગર્ભ ગટરો બંધ ભ્રષ્ટાચારની તપાસ કરાવો : કોંગ્રેસ
@sachin pithva surendranagar
થાનગઢના વોર્ડનં.7/4માં ગટરના પાણી સફાઇના અભાવે રસ્તાપર ફરી વળ્યા છે.જેમાંથી થઇ લોકોને પસાર થવુ પડતા રોગચાળો ફેલાવાનો ભય રહે છે.જયારે થાનમાં ભોટાભાગની ગટરોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ આગેવાને તપાસની માંગ કરી છે.
થાનગઢના લોકોને ગટરના ગંદા પાણીની સમસ્યાથી મુક્તી મળે માટે ભુગર્ભ ગટર કરોડોના ખર્ચે નાંખવામાં આવી છે.પરંતુ સફાઇના અભાવે ઉભારાતી ગટરો લોકોની સુવિધાને બદલે દુવિધારૂપ બની ગઇ છે.ત્યારે થાનગઢની વોર્ડનં.7/4માં મોટાભાગની ભુગર્ બંધ હાલતમાં હોવાથી અનેક જગ્યાએ ખુલ્લેઆમ ગટરનું પાણી રોડ ઉપર આવી જાય છે.જેની રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી થતી નથી.આથી લોકોને ગંદા પાણીમાંથી થઇ પસાર થવુ પડતા રોગચાળો ફેલાવાનો ભય રહે છે.આ અંગે કોંગ્રેસના આગેવાન મંગળુભાઇ ભગતે જણાવ્યુ કે પાલિકાની અંદર ભ્રષ્ટાચારે વકર્યો છે જ્યારે સત્તાપક્ષ હતા ત્યારે સત્તાધીસ દ્વારા થાનગઢ નગરપાલિકાના મકરદમના પરિવારને દર માસે 2.50લાખ દર વર્ષે અઢીથી કરોડ રૂપિયા રૂપિયાનો છેલ્લા એક વર્ષથી ઠરાવ કરીને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે. જેનું તમામ ભુગર્ભ ગટર સાફ કરવાનું છે તેની પાસે કોઈ પ્રકારના સાધન નથી તે નગરપાલિકાના સાધન વાપરે છે નગરપાલિકાનું ડીઝલ પણ વાપરે છે.નગરપાલિકાના કર્મચારી સાથે લઈ જાય છે તેનો પગાર નગરપાલિકા ચૂકવે છે. આઇપીએસ અને આ એ જિલ્લા કલેકટર અધિકારી કરતા પણ આ કોન્ટ્રાક્ટ વાળાનો પગાર વધારો હોવાનું ગામમા ચર્ચાઈ રહ્યું છે. થાનગઢ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા 30 વર્ષથી છે વોર્ડ નંબરના સાતના સભ્યોને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ નગરપાલિકાના સભ્ય ત્યાં ડોકાવા પણ નથી આવતા નગરપાલિકા ભૂગર્ભ ગટરની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તેના હિસાબે મોટાભાગની ગટારો બંધ જ છે અને તપાસ થવી જોઈએ. ત્યારે વોર્ડ નંબર સાત ની અંદર પાંજરાપોળના જવાના રસ્તે 365 પાણી ભરેલું હોય છે વોર્ડ નંબર ચાર ની અંદર આંબેડકર નગર રાગીનગર જેવા વિસ્તારની અંદર ખુલ્લેઆમ ગટર રોજ વપરાય છે પણ થાનગઢ નગર નગરપાલિકા દ્વારા સભ્ય સાથે પુરાયું વર્તન કરવામાં આવી રહ્યું છે જાણી જોઈને કામ ન કરતા હોવાની હોળના વિસ્તારના આગેવાનો કરી રહ્યા છે