વિશ્વના કેટલાક સૌથી ધનાઢ્ય માણસો ટાઈટેનિકના કાટમાળની ઝલક જોવા માટે ‘ટાઈટન’ નામની સબમરીનમાં સવાર થઇ દરિયામાં ઉતર્યા હતા. અને નસીબ જોગે ટાઇટેનિક ની પાસે જ તેમનું સબમરીન બ્લાસ્ટ થયું અને પાંચેય અબજોપતિ ટાઇટેનિકની પાસે જ જળસમાધિ લેવી પડી. પરંતુ આ ટાઇટેનિકમાં એવું તે શું છે આજે પણ લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. અને લોકો સમુદ્રમાં આટલે ઊંડે ઉતરવાનું જીવન જોખમે સાહસ કરી રહ્યા છે.
ટાઇટેનિક (titanic) એ વિશ્વનું સૌથી મોટું વરાળથી ચાલતું પેસેન્જર જહાજ હતું. એટલાન્ટિક મહાસાગરમાં તેની પ્રથમ સફર પર નીકળ્યાના ચાર દિવસ પછી એક આઇસબર્ગ સાથે અથડાયા પછી એપ્રિલ 1912 માં તે દરિયામાં ગરકાવ થઇ ગયું હતું.
ટાઇટેનિકની (titanic) પ્રથમ સફર અને તેના દુ:ખદ અંતના સમાચાર 1912માં વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યા હતા. ત્યારથી આ જહાજ કુતૂહલનો વિષય બની રહ્યું છે. તેના પર ઘણા ગીતો અને મૂવીઝ પણ બનાવવામાં આવી છે, જેમાં જેમ્સ કેમેરોનની ટાઇટેનિકનો સમાવેશ થાય છે, જેણે લાંબા સમયથી વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હોવાનો રેકોર્ડ રાખ્યો હતો.
છેલ્લા કેટલાક વર્ષોમાં તો ન્યુ યોર્ક (new york), સેવિલે (seville), અને હોંગકોંગમાં (hong kong) ઘણા પ્રદર્શનો યોજવામાં આવ્યા છે, જેમાં મુલાકાતીઓને ટાઇટેનિકના (titanic) અવશેષો જોવાની અને જહાજના પુનઃનિર્મિત રૂમની મુલાકાત લેવાનો પણ મોકો મળે છે. આ પ્રદર્શનોએ પણ મોટા પ્રમાણમાં પ્રેક્ષકોને આકર્ષ્યા છે.
શા માટે ટાઇટેનિક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને શા માટે ધનિકો તેમના પૈસા સાથે જીવને પણ જોખમમાં મૂકે છે તો તેના બે કારણો છે,
પ્રથમ, વહાણની ભવ્યતા. વ્હાઇટ સ્ટાર લાઇન, જેણે ટાઇટેનિકનું (titanic) નિર્માણ કર્યું હતું, તેને દરિયામાં સૌથી મોંઘા અને વૈભવી જહાજ તરીકે પ્રમોટ કર્યું હતું. શ્રીમંત મુસાફરોએ ટાઇટેનિકની ફર્સ્ટ ક્લાસ કેબિનમાં મુસાફરી કરવા માટે તે સમયે 870 બ્રિટિશ પાઉન્ડ ચૂકવ્યા હતા.
ટાઇટેનિક (titanic) પર આધારિત ચલચિત્રો અને પ્રદર્શનો પણ ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે મુલાકાતીઓ વહાણના સુંદર રાચરચીલું, તેના શ્રીમંત મુસાફરોના વિચિત્ર વસ્ત્રો અને તેની વૈભવી રેસ્ટોરાંના ભવ્ય મેનુઓથી મંત્રમુગ્ધ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા દેશોના શેફ સમયાંતરે ગ્રાહકોને ટાઇટેનિક પર પીરસવામાં આવતી વાનગીઓ ઓફર કરે છે.
ટાઈટેનિકમાં (titanic) સેંકડો ગરીબ પ્રવાસી મુસાફરો પણ સવાર હતા. કેમેરોનની ફિલ્મમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો દ્વારા ભજવવામાં આવેલ જેક પણ એક વિદેશી હતો. તે શ્રીમંત પ્રવાસીઓની ભીડમાં ભળી જતા હતા, પરંતુ તેમના જેવી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકતા ન હતા. જો આવા ગરીબ પ્રવાસીઓ જ ટાઇટેનિક પર સવાર હોત તો કદાચ જહાજ આજે આટલી ખ્યાતિ અને આકર્ષણ ના ધરાવતું હોત …. અને લોકોની સ્મૃતિમાંથી ક્યારનું ગાયબ થઇ ગયું હોત.
બીજું કારણ એ છે કે તે સમયે ટાઇટેનિકને ડૂબી ન શકાય તેવા જહાજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું. આ જહાજ સમુદ્રની દરેક આપદાનો સામનો કરવા માટે સજ્જ બનાવવામાં આવ્યું હતું. જ્યારે તે ઈંગ્લેન્ડથી વહાણમાં નીકળ્યું ત્યારે તે પ્રકૃતિ કરતાં વધુ શક્તિશાળી હોવાનું કહેવાય છે. પરંતુ, આજે સમુદ્રના તળિયે તેનો કાટમાળ કુદરતની અપાર શક્તિની યાદ અપાવે છે, જેની સામે દરેકે ઘૂંટણિયા ટેકવા પડે છે.
આ બેજ કારણો છે જે આજે પણ લોકને તેની તરફ આકર્ષી રહ્યું છે. આજ કારણથી આ અરબોપતિ ગુમ થયેલ ટાઇટન સબમરીનમાં તેને જોવા માટે ગયા હતા. અને ત્યાં જ જળસમાધિ લઇ લીધી. ટાઇટેનિકની જેમ, ‘ટાઇટન’ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરી ગયું… તેમાં વિશ્વના નામચીન અરબોપતિ સવાર હતા. જેમાંના દરેકે ટાઇટેનિકનો ભંગાર જોવા માટે US$250,000 ચૂકવ્યા હોવાનું કહેવાય છે.
ટાઇટન સબમરીન (titan submarine) કેવી હતી?
વર્ષ 2022થી લોકોને ટાઈટેનિક ટુરિઝમ પ્રદાન કરતી કંપની ઓશનગેટે આ કામ માટે ખાસ સબમરીન (submarine) ટાઈટન તૈયાર કરી હતી. એક નાની કેપ્સ્યુલ (capsule) આકારની સબમરીન હતી. જેમાં મહત્તમ પાંચ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. તે 6.7 મીટર લાંબુ, 2.8 મીટર પહોળું અને 2.5 મીટર ઊંચું હતું. તેમાં બેસવા માટે કોઈ સીટ નથી પરંતુ સપાટ ફ્લોર છે. તેની અંદર લોકો માટે પગ લંબાવવાની પણ જગ્યા નહોતી. સબમરીનમાં 96 કલાક ચાલે તેટલો ઓક્સિજન અને મર્યાદિત માત્રામાં ખોરાક અને પાણી ઉપલબ્ધ હતું.
એટલાન્ટિક (atlantic) મહાસાગરમાં 12,500 ફૂટની ઉંડાઈએ સ્થિત ટાઈટેનિકને બતાવવાની આખી સફર અને સપાટી પર પાછા ફરવામાં 8 કલાકનો સમય લાગતો હતો. ભંગાર તરફ જવા માટે તેને બે કલાક અને તેને જોવામાં ચાર કલાક, પછી પાછા આવવામાં બે કલાકનો સમય લાગતો હતો. સબમરીનમાં (submarine) 21 ઈંચ વ્યાસની બારી હતી, જેના દ્વારા અંદર બેઠેલા લોકો કાટમાળ જોઈ શકતા હતા.
કંપની આ રોમાંચક પ્રવાસ પર જવાના પ્રવાસીઓ માટે એક મહિના અગાઉથી તૈયારી શરૂ કરી દેતી હતી. આ સમયગાળા દરમિયાન તે પ્રવાસ માટે તૈયાર થઇ જતો હતો. Oceangate, જે કંપનીએ ટાઇટેનિક પર્યટન બનાવ્યું હતું, તે આ પ્રવાસ માટે 2.50 લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડ રૂપિયા પ્રતિ યાત્રી ચાર્જ કરતી હતી. કંપનીની વેબસાઈટ પર જઈને કોઈપણ વ્યક્તિ ટાઈટેનિક ટુરિઝમ માટે તેમનો સ્લોટ બુક કરી શકતું હતું. ટાઇટેનિક પ્રવાસ દરમિયાન સલામતીના ધોરણોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હતું. આ માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે,પરંતુ કુદર પાસે માણસ હંમેશા વામણો જ સાબિત થયોછે ….