ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે અલગ પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે. ચૈતર વસાવાના નિવેદનનો જવાબ આપતા મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે. મનસુખ વસાવા ચૈતર વસાવા પર શબ્દોના બાણ ચલાવી રહ્યાં છે. ગુજરાતની રાજનીતિમાં હવે ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહેતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર કક્ષાના ગણાવ્યા છે.
લોકસભા ઈલેક્શનમાં ભરૂચ બેઠકમાં રાજા ભોજ અને ગંગુ તૈલીની એન્ટ્રી થઈ છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર પર પ્રહારો કર્યા હતા. તેમણે ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કુતરું કે બિલાડું પણ નથી ડરતું. ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા. આ ચૈતર વસાવા મચ્છર જેવો છે એને શરમ આવી જોઈએ આવું નિવેદન કરતા. મચ્છર કક્ષાનો છે ચૈતર વસાવા મોદીના વિરાટ વ્યક્તિ પર આક્ષેપો કરે છે. વિરોધ પક્ષના લોકોએ પરિવાર આક્ષેપો ના કરવા જોઈએ. ના લાયક અને નફ્ફટ પ્રકારના માણસો આ પ્રકારનું નિવેદન આપે છે. હલકટ કક્ષાની વિચારધારા ધરાવતા લોકો જ આવું સ્ટેટમેન્ટ આપી શકે છે.
ચૈતર વસાવાના નિવેદન પર મનસુખ વસાવાએ પલટવાર કર્યો હતા. મનસુખ વસાવાએ કહ્યુ હતું કે, આમ આદમી પાર્ટીના લોકો જેલમાં છે અને ચૈતર વસાવા સામે ઓછા સમયમાં 13 ગુના નોંધાયા છે. એવા લોકોથી સાવધાન રહેવા અમિત શાહે કહ્યું હતું. રાષ્ટ્રહિતને તોડવાનું કામ કરતા હોય તેવા લોકો સામે અમિત શાહે કહ્યું હતું.