મધ્યપ્રદેશના Kuno National Parkમાં પ્રોજેક્ટ ચિત્ત અંતર્ગત વિદેશથી Cheetah લાવીને ભારતમાં વસાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ Cheetahના મોત થઇ ચુક્યા છે.
Kuno National Parkમાં 7 મેના રોજ ત્રીજા દક્ષ નામના Cheetahનું મૃત્યુ થયું હતું. કહેવાય છે કે બે Cheetah વચ્ચેની આંતરિક લડાઈમાં આ Cheetahનું મોત થયું હતું. આફ્રિકાથી ભારતમાં Cheetahના આગમન બાદ આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ બે Cheetahના મોત થઇ ચુક્યા છે. એશિયામાં પ્રથમ ટ્રાન્સકોન્ટિનેન્ટલ રિલોકેશન પ્રોજેક્ટ, હેઠળ આફ્રિકાથી 20 Cheetah ભારત લાવવામાં આવ્યા હતા. આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતર થયાના ટૂંક સમયમાં જ સાશા અને ઉદય નામના બે Cheetahનું બિમારીથી અવસાન થયું હતું.
ચિત્તાઓના મૃત્યુના કારણે કેટલાક પ્રશ્ન ઉભા થયા છે. શું મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ Cheetah, જેનું લક્ષ્ય ભારતમાં દાયકાઓ પહેલા લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરીથી જીવંત કરવાનો છે તે સાકાર થશે કે કેમ ?
વૈજ્ઞાનિક નામ Acinonyx jubatus, Cheetah, તેમની ઝડપ અને ચપળતા માટે જાણીતા છે. પૃથ્વી પરના સૌથી વધુ ઝડપે દોડી શકે છે. Cheetah એરોડાયનેમિક સર્વોચ્ચતાનું એક શ્રેષ્ઠ મોડેલ છે અને ત્રણ સેકન્ડમાં જ શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
એશિયાટિક ચિત્તાને 1952માં ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આફ્રિકન Cheetah રિલોકેશન પ્રોજેક્ટ સાથે, સરકારનો ઉદ્દેશ્ય જોખમી ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવાનો અને ભારતમાં વન્ય પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનો છે.
2009 માં આ પ્રોજેક્ટ અંગે વિચારણા થઇ હતી. પરંતુ તેને સાકાર થતા 13 વર્ષ જેટલો લમ્બો સમયગાળો નીકળી ગયો હતો. આ પ્રોજેક્ટને સાકાર થતા અનેક કાનૂની અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. અને ત્યાર બાદ એક વિશિષ્ટ કસ્ટમાઇઝ્ડ B747 જમ્બો જેટ દ્વારા આઠ ચિત્તાઓને તેમના મૂળ જન્મસ્થળથી દૂર ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં અનુકૂલનશીલ નિવાસસ્થાનમાં લાવવામાં આવ્યા હતા. બાકીના એ ચિત્તને પાછળથી ભારત લાવવામાં આવ્યા હતા. આ રીતે લાંબા પડકારની શરૂઆત થઈ છે.
જો કે હજુ અનેક પડકારો બાકી છે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌથી મોટા પડકારો પૈકી એક છે પ્રાણીઓની તેમના નવા વાતાવરણમાં અનુકૂલનક્ષમતા. ચિત્તા ઉત્તર આફ્રિકા, સાહેલ અને પૂર્વી અને દક્ષિણ આફ્રિકાના ખુલ્લા ઘાસના મેદાનો, નામીબીયાના સવાન્નાહ, ગીચ વનસ્પતિ અને પર્વતીય પ્રદેશોમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે ટેવાયેલા છે.
વન્યજીવ નિષ્ણાતોએ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલાં જ ચેતવણી આપી હતી કે આ પ્રાણીઓને ભારતીય ઇકોસિસ્ટમમાં સેટ થવામાં વર્ષો લાગશે. તેઓ ઘાસના મેદાનોની અલગ જ ઇકો સિસ્ટમમાં રહેવા માટે ટેવાયેલા છે.
અને એટલે જ Cheetahઓને સૌપ્રથમ કુનોમાં અનુકૂલન શિબિરોમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં તેઓ ભારતીય આબોહવા અને વાતાવરણને અનુસાર પોતાની જાતને અનુકૂળ બનાવી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ્રી, ફિશરીઝ એન્ડ ધ એન્વાયર્નમેન્ટ (DFFE) દક્ષિણ આફ્રિકાએ આગાહી કરી હતી કે જો આ ચિત્તા ને ખુલ્લામાં છોડવામાં આવશે ત્યારે તેમનો મૃત્યુદર અને ઇજાઓનું જોખમ રહેલું છે.
બીજો પડકાર માનવ-પ્રાણી સંઘર્ષ હશે જે વધી શકે છે.
તેઓને ખુલ્લામાં છોડવામાં આવ્યા ત્યારથી, ચિત્તાઓ રાષ્ટ્રીય ઉદ્યાનની સરહદોની બહાર ફરતા પણ જોવા મળ્યા હતા. એક પ્રસંગે એક ચિત્તો માનવ વસાહતમાંથી પોતાની મેળે જતો રહ્યો હતો, તો બીજી બાજુ પોતાની સરહદમાં રાખવું પણ એક પડકાર છે. આગળ જતાં, માનવ અને ચિત્તા વચ્ચેના પડકાર વધી શકે છે. કારણ કે વધુને વધુ ચિત્તાઓ ખુલ્લામાં છોડવામાં આવશે.
વન્ય હિંસક પ્રાણીઓ પોતાની હદ માટે અંદરો અંદર લડતા હોય છે. પોતાના ક્ષેત્રમાં પોતાની હદમાં અન્ય પોતાના જ કુટુંબીની હાજરી સહન નથી કરી શકતા. અને આ પડકાર સામે વન્ય અધિકારીઓ પણ પાંગળા બની જાય છે. નર ચિત્તો પોતાની હદ સ્થાપિત કરવા માટે જાણીતા છે જે તેને આક્રમક વર્તન તરફ દોરી જાય છે. અને તેની હદ ઘણી માદાના પ્રદેશો સાથે ઘણીવાર ઓવરલેપ થાય છે.
જો કે, જ્યારે અન્ય શિકારીની વાત આવે છે, ત્યારે ચિત્તાઓ મુકાબલો ટાળવા અને તેમની મર્યાદામાં રહેવા માટે જાણીતા છે.
પ્રોજેક્ટ ચિતા પ્રગતિ
જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ ચિતાઓ મૃત્યુ પામ્યા છે, ત્યારે કેટલાક ફાયદા પણ થયા છે, સિયાયા – માદા ચિત્તાઓમાંની એકે ચાર સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો છે.
1952 પછી ભારતમાં ચિત્તાનું સંવર્ધન પ્રથમ વખત થયું છે જે ભારતીય ઇકોસિસ્ટમમાં પ્રાણીના સંરક્ષણ અને પુનઃપ્રાપ્તિમાં એક મહત્વપૂર્ણ પગલું છે. એકવાર ચિત્તાઓ ભારતીય ઇકોસિસ્ટમમાં સેટ થઇ જાય પછી ખબર પડે કે આ પ્રોજેક્ટ સફળ થયો કે નહીં. જો કે પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતાનું માપન કરવામાં હજુ થોડા વર્ષો લાગશે.