@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
ACCIDENT: બાયડ જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બાયડ પ્રાથમિક શાળા પાસે તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું હતું. અને વૃક્ષ વીજ વાયરની લાઈન પર પડતા વિસ્તારમાં વીજ સપલાઈ બંધ કરી દેવામાં આવ્યો હતો.
જો કે તંત્ર દ્વારા સમયસર આ વૃક્ષ નહિ હટાવતા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ગઈ કાલે રાત્રે અહીંથી પસાર થતા એક્ટિવા ચાલક આ ધરાશાયી વૃક્ષ સાથે અથડાયો હતો. રાત્રે અંધારું હોવાથી એક્ટિવા ચાલકને વૃક્ષ દેખાયું નહિ અને તે આ વૃક્ષ સાથે અથડાયો હતો.
આ અકસ્માતમાં એક્ટિવા ચાલક ઘાયલ થયો છે. તંત્રની બેદરકારીને લઈ લોકોમાં રોષ જોવા માઇ રહ્યો છે.