@શ્રીકાંત પટેલ,મોરબી
મોરબી તાલુકા પોલીસમાં લેન્ડગ્રેબીંગના(Landgrabbing) ગુનામાં બે નાસતા ફરતા આરોપીઓને કચ્છથી પકડી પાડીને મોરબી જિલ્લા એલ.સી.બી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભાવેશભાઈ કાળુભાઈ ચાવડા એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉકાભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઈ રામજીભાઈ બોડાણા રહે. બંન્ને ઊંચી માંડલ વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલી હતી જેમાં જણાવ્યું હતું કે ઊંચી માંડલ ગામ તળમાં આવાસ બનાવવા માટે તેને ઘરથાળમાં પ્લોટ નંબર ૨૫ સો ચોરસ વારનો પ્લોટ મળેલો છે જે પ્લોટ ઉપર આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે થઈને ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેનો ઉપયોગ કરી રહ્યા હોવાની યુવાન દ્વારા નોંધવામાં આવેલી છે. જે ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં મોરબી એલસીબી ટીમના પી. આઈ. ડી. એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઈ. કે. જે. ચૌહાણ, પી. એસ. આઈ. એન. એચ. ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના પૃથ્વીસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહીલ, તથા દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૨૧/૨૦૨૩ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧)(૩),૫(ગ) મુજબના ગુનામાં સંડોવાયેલ બે આરોપી વશરામભાઇ રામજીભાઇ બોડાણા અને મનસુખભાઇ રામજીભાઇ બોડાણાની અટકાયત કરવાની બાકી છે. તેઓ હાલ પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ નાં વિસ્તારમાં રાપર તાલુકાના લોદ્રાણી (વેણુસર વાંઢ) માં ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી રહે છે.જેથી ત્યાં તપાસ કરતા મળી આવતા બંનેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
‘બિયર પાર્ટી’ અને બોયફ્રેન્ડ… 16 વર્ષની ઉંમરે યુવતીનું દર્દનાક મોત
Child Labor:અફઘાનિસ્તાનમાં બાળ મજૂરીની સંખ્યા વધી, દરરોજ 15 કલાક કામ કરવા મજબુર બાળકો
ઈલેક્ટ્રીક વાયર પર પંખીઓ કેવી રીતે સૂઈ જાય છે, ઊંઘમાં પણ કેમ નથી પડતા?
‘વર્લ્ડ કપ જીતવા કરતાં IPL ટ્રોફી જીતવી વધુ મુશ્કેલ…’, સૌરવ ગાંગુલીનું નિવેદન હંગામો મચાવી શકે છે
પંચમહાલ/ હોટલ સહયોગમાં કામ કરતા ૭ બાળ મજૂરો ઝડપાયા, ટાસ્કફોર્સ રેડ પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
ODISHA TRAIN ACCIDENT: દરેક આપદાને સાંપ્રદાયિક રંગ આપવું કેટલું યોગ્ય ?