@partho pandya patan
પાટણ નજીક સરસ્વતી તાલુકાના મોટા નાયતા પાસે એક માર્ગ અકસ્માતમાં મીની ટેમ્પો ના ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો અને એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી આ અંગે જાણકાર સૂત્રો પાસેથી તેમજ સોશિયલ મીડિયામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પાટણના મોટા નાયત રોડ ઉપર આવેલ એક હોટલ પાસે અકસ્માત સજાયો હતો જેમાં મીની ટેમ્પોને ડ્રાઇવર એ કથિત રીતે મદિરા પાન કરીને વાહન ચલાવેલ અને ડ્રાઇવિંગ પરનો કાબુ નહીં રહેતા નજીકના ડીવાઈડર સાથે ધડાકા ભેર અથડાયેલા જોકે સદનશીબે કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ અકસ્માતને જાણ આજુબાજુના લોકોને થતા દોડી આવ્યા હતા અને મીની ટેમ્પો માં ફસયેલા બે વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા એ વખતે મીની ટેમ્પો ને આગળના બોયનેટ ના ભાગના દબાઈ ગયેલા ને લોકોએ ખેંચીને ટેમ્પો માંથી બહાર ઇજાગ્રસ્ત ને બહાર કાઢ્યા હતા.
આ ઉપરાંત બનાસકાંઠાના ભદ્રામની નજીક રોડ ઉપર એક eeco કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પલટી ખાધા બાદ કારમાં ધુમાડા નીકળ્યા હતા અને જે દ્રશ્યો સામે આવ્યા તે ભલભલાના હાજા ગગડાવી દેવા હતા ઈકોના પાછળના ભાગેથી ઝડપથી અંદર સવાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી રહ્યા હતા તો બીજી બાજુ આગના ધુમાડા શરૂ થતાં અફરાતફરી નો માહોલ થયો હતો જો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહતી