– રણજીતગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર બનેલી આ અકસ્માતની ઘટનામાં વાડી માલિક અને ટ્રક ચાલકને પણ ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
@sachin pithva surendranagar
Accident: રણજીતગઢ ગામના પાટિયા પાસે હાઇવે ઉપર આજે સવારે પૂરઝડપે આવતા કન્ટેનર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વાડી માલિક તેમજ ખેતશ્રમિક પરિવારને હડફેટે લેતા એક કિશોરી સહિત બે બાળાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ખેતશ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે બેને ઇજા પહોંચી હતી.
આ ગમખ્વાર અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રણજીતગઢ ગામના પાટિયા પાસે હાઇવે ઉપર આજે સવારે વાડી માલિક અને ખેતશ્રમિક પરિવાર રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે પુરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે કોઈ કારણોસર કન્ટેનર પરથી કાબુ ગુમાવતા કન્ટેનર રોડ ઉપર સાવ નમી ગયું હતુ. અને પલ્ટી મારે તે પહેલાં કન્ટેનર ચાલકે રોડની સાઈડમાં ઉભેલા વાડી માલિક અને ખેતશ્રમિક પરિવારને જોરદાર ટક્કર મારતા એક 15 વર્ષની તરુણી શર્મિલાબેન કાળુભાઈ છાજીયા અને એક 7 વર્ષની બાળકી બીજુરીબેન ભવાનભાઈ છાજીયાના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. અને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાય હતી. જ્યારે આ અકસ્માતમાં વાડી માલિક હિરજીભાઈ વિરજીભાઈ દલવાડી અને કન્ટેનર ટ્રક ચાલક રણજીતસિંધ ( રહે પંજાબ, અમૃતસર )ને પણ ઇજા પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ બનાવની વધુ વિગતો મુજબ રણજીતગઢ ગામે રોડની સાઈડમાં આવેલી વાડીના માલિક હિરજીભાઈ દલવાડી તેમના સાબરકાંઠા જિલ્લાના વતની ખેતશ્રમિકો આજે વતન જતા હોય આ ખેતશ્રમિકોને પૈસાની જરૂર હોવાથી હિરજીભાઈ તેમને આજે સવારે નવ વાગ્યે રણજીતગઢ ગામની વાડીએ આવ્યા હતા અને તેઓ તથા ખેતશ્રમિકો રોડની સાઈડમાં ઉભા હતા. ત્યારે માળીયા તરફથી આવતા કન્ટેનર ચાલકે આ રોડની સાઈડના ઉભેલા લોકોને હડફેટે લેતા બે બાળાના મોત થયા હતા. કન્ટેનર પણ બાજુમાં આવેલા નાલા ઉપર ચડી ગયું હતુ. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, મૃતક બન્ને દીકરીઓના અંગો ક્ષત વિક્ષિત થયા ગયા હતા. એટલે ધડથી માથું જુદું થઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8