ઓઢવ નારી સંરક્ષણ ગૃહ ફરી એકવાર વિવાદમાં ઘેરાયું છે. ગત મોડીરાત્રે બે સગીર વયની કિશોરીઓ ગૃહની જાળી તોડી ફરાર થઈ ગઈ હતી. ઓઢવ નારી ગૃહ હસ્તકના જુવેનાઈલના સંચાલકો તાત્કાલિક પોલીસને જાણ કરવાને બદલે બેદકારી રાખી મોડા મોડા ઓઢવ પોલીસ સ્ટેશને જાણ કરવા પહોંચ્યા હતા.
તમને જાણવી દઈએ કે, અનેકવાર આ જુવેનાઈલ સંકુલમાંથી સગીરાઓ આ રીતે જાળી તોડીને કે દિવાલ કુદીને ફરાર થઈ ગઈ હોવા છતા સંચાલકો હજી પણ બેદરકાર રહ્યા છે; જેથી ફરી એકવાર આવી ઘટના બનવા પામી છે. લોખંડની જાળીને અનેકવાર તોડીને કે પહોળી કરીને ફરાર થઈ જતી કિશોરીઓ પર યોગ્ય ધ્યાન ન રાખતા ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે; એમ કહી શકાય.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8