murder: ગુજરાતના રાજકોટમાં બે યુવાનોની કરપીણ હત્યા(murder) કરવાની ઘટના સામે આવી છે. રાજકોટના શાપર વેરાવળમાં રહેતા 20 વર્ષીય યુવક જયદીપ મકવાણાની તિક્ષણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. પૈસાની લેતીદેતી બાબતે આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.
પૈસાની લેતીદેતી બાબતે આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું
વિગત અનુસાર ગઈકાલે રાત્રિના જયદીપ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું.જયદીપ મકવાણાનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ગોંડલ એસટી ડેપો ચોકમાં વહેલી સવારે સાગર મેવાડ નામના યુવક પર છરી વડે હત્યા કરવામાં આવી
અન્ય એક ઘટના રાજકોટના ગોંડલ એસટી ડેપોમાંથી સામે આવી છે. રાજકોટના ગોંડલ એસટી ડેપો ચોકમાં વહેલી સવારે સાગર મેવાડ નામના યુવક પર છરી વડે હુમલો કરીને તેની હત્યા નિપજાવવામાં આવી. યુવક પર છરી વડે હુમલો કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતું સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
ગુજરાતમાં દત્તક લીધેલા બાળકની હત્યા કરી કપલ લંડનમાં કરતું હતું મોજ, હવે કરોડોના કોકેન કેસમાં ઝડપાયું
36 સેકન્ડમાં હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ યુએસમાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું ભયાનક મોત
અલ્લુ અર્જુનની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે, ‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ