- ડાઉનમાં કામ કરીને લોટ પાણી લાકડા જેવુ કામ હવે નહી થાય સારી ગુણવતાનું કામ કરવુ હોય તો કોઇપણ કરી શકે છે.
ઊના ગીરગઢડા પંથકએ છેવાડાનો તાલુકો છે અને આ વિસ્તારમાં સરકાર કરોડો રૂ.ના વિકાસના કામોને મંજુરી આપે છે. પરંતુ અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ વિસ્તારમાં વિકાસના કામો તો થાય છે. પરંતુ તદન હલકી ગુણવતાના ત્યારે ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડ સરકાર દ્રારા મંજુર કરવામાં આવેલા વિકાસના કામોનું જાત નિરીક્ષણ કરવા જતાં કોન્ટ્રાક્ટરોના કામોમાં અનેકક્ષતિઓ બહાર આાવવા પામેલ અને આક્ષતિઓ અધિકારી જાણતા હોવા છતાં આંખ આડા કામ કરતા હોવાનો ઘાઠ જોવા મળતો હોય તેમ થોડા દિવસ પહેલા કોદીયાના ચેકડેમ કેજે ટેન્ડરની રકમ કરતા ૨૪ ટકા ડાઉન બાદમાં વાવરડા અને કંસારી ગામોનાન ચેકડેમમાં પણ આજ પરિસ્થિતી અને કામ શરૂ ત્યારે અધિકારીની ગેરહાજરી જોવા મળતી હોય ત્યાંજ ઉના તાલુકાના અંજાર રોડ પર મચ્છુન્દ્રી નદીમાં ચાલતા પ્રોટેક્શન વોલ પુર સરક્ષણ દિવાલનું કામ ધોકડવા ગામના મહીલા સરપંચના પતિદેવ એભલભાઇ બાંભણીયાની જયદિપ કન્ટ્રક્શન ભાવનગર વાળાનું રૂ.૨.૮૨ કરોડના ખર્ચે આ પુલ સરક્ષણ દિવાલનું કામ શરૂ હોય ત્યા અચાનક ધારાસભ્ય કે સી રાઠોડ પહોચી ગયા હતા. અને આ સરકારી કામમાં ઉપયોગમાં લેવાની રેતીમાં ૫૦ ટકાથી વધુ માટીનો ભાગ જોવા મળ્યો હતો. ત્યાર બાદ સ્થળ પર કાંકરીનો વિશાળ જથ્થો હતો. તેમના પર નજર કરતા આ કાંકરીના ઢગલામાં ભરડીયાની ભૂખરીનું પ્રમાણ વધારે જોવા મળતુ હતું. આમ આવા હલકા મટીરીયલ્સથી થતા વિકાસના કામો કેટલા મજબુત હોય શકે અથવા બની શકે તે પણ એક સવાલ છે. આ એજન્સી દ્રારા પુલ નાળા તથા રોડના કામો કરે છે. ત્યા પણ આવી પોલમ પોલ ચાલતી હશે. ત્યારે વિકાસના કામો લોકોના હિત માટે થતા હોય છે. પરંતુ અહીયા કોન્ટ્રક્ટરો કે અધિકારી ઓની મીલીભગતથી લોકોનું હિત નહી પરંતુ પોતાનું વ્યક્તિગત હિતનું વિચાર કરી કરોડોના કામમાં કરોડોની કમાણી કરતા હોવાની ચર્ચા ઉઠવા પામેલ
વિકાસના કામમાં મટીરીયલ્સ હલકુ નહી ચલાવી લેવામાં આવે…કે સી રાઠોડ….
આ બાબતે ધારાસભ્ય કે સી રાઠોડ જણાવેલ હતુ કે સરકાર દ્રારા વિકાસના કામો થાય છે. પણ કોન્ટ્રક્ટરો પોતાના વ્યક્તીગત સ્વાર્થ માટે આવા કામોમાં હલકી ગુણવતાના મટીરીયલ્સનો વપરાશ અત્યાર સુધી કરતા આવ્યા છે. પણ હવે આવુ હલકી કક્ષાનું મટીરીયલ્સ ચલાવી લેવામાં નહીં આવે કામ કોઇપણ કરી શકે પણ કામ સાફ થવુ જોઇએ. અને કામમાં વપરાતુ મટીરીયલ્સ સારી ગુણવતાનું હોવું જોઇએ…
રૂ.૨.૮૨ કરોડનું કામ અને રેતીની જગ્યા માટીનો વધુ વપરાશ…
અંજાર રોડ પર મચ્છુન્દ્રી પર બનતી પુલ સરક્ષણ દિવાલ માટે રૂ.૨.૮૨ કરોડ ખર્ચવાના હોય પણ તેમાં રેતીની જગ્યાએ માટીનો વધુ વપરાશ થતો હોય તો વ્યાપક વરસાદથી આ દિવાલ ધરાશાય પણ થઇ જાય તો નવાઇ કહેવાશે નહીં
@કાર્તિક વાજા ઊના