(શ્રીકાંત પટેલ દ્વારામોરબી)
મોરબી જિલ્લામાં ગમે તે બાજુ જાઓ ત્યાં તમને ખનીજ ચોરી થતી જોવા મળશે ત્યારે ખાણ ખનીજ વિભાગ આવી ખનીજચોરી રોકવા કમર કસી છે. અને હળવદ તાલુકામાંથી ચાઇના કલે સફેદ માટીનાં ડમ્પરો પકડી પાડ્યા છે. પરંતુ ખાણ ખનીજ વિભાગની ટીમ હળવદ પંથકમાં પહોંચી છે તેવો મેસેજ વાયરલ થતાં જ મોટાભાગના ડમ્પરો પ્લાયન થઈ ગયા હતા.
આ બાબતે વાત કરીએ તો. ગઇ કાલે તારીખ ૨૨-૮ નાં રોજ મોરબી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જે.એસ. વાઢેર ની સૂચના અન્વયે માઈન્સ સુપરવાઈઝર જી. કે. ચંદારાણા રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવી કણસાગરા અને હળવદ પોલીસ ની ટીમ દ્વારા મોરબી જીલ્લાના હળવદ તાલુકાના દિઘલીયા ગામેથી ગેરકાયદેસર સફેદ માટી નાં પરીવહન સબબ પાંચ ડમ્પરો અને એક ડમ્પર હળવદ ખાતેથી ગેરકાયદે સિલિકા ના પરીવહન સબબ પકડીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે સિઝ કરીને રાખવામાં આવ્યાં છે. અને અંદાજે દોઢ કરોડ નો મુદ્દામાલ સીઝ કરવાંમાં આવ્યો છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more