વડીયા શહેરમાં આવેલ સુરવોનદી પર બંધાયેલ સુરવોડેમ 35 વર્ષ વીત્યા અને એમના હેઠવાસમાં બનાવેલ કેનાલની 24 વર્ષ પરંતુ આજદિન સુધો કોઈ ખેડૂતને કેનાલના પાણી પિયતમાટે મલ્યા નથી…દર વર્ષે કેનાલનું મેન્ટેનશ બિલ ઉધારાઈ છે ખેડુતોએ કર્યા આક્ષેપ…
@પરેશ પરમાર, અમરેલી
આ એ જ સૂરવો ડેમ છે જે વડીયા ની સુરવો નદી પર બંધાયેલો સૂરવો ડેમ 1 જેને 35 વર્ષ જેવું સમય વીતી ગયો છે અને તેમની કેનાલ બની તેને 24 વર્ષથી વધુ નો સમય વીતી ગયો છે પરંતુ આ કેનાલ માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે આ કેનાલ માંથી આજ દિન સુધી કોઈ ખેડૂતોને પિયત માટે પાણી પહોંચ્યું જ નથી ત્યારે આ કેનાલની રિયાલિટી પણ ચેક કરવામાં આવી અને આ કેનાલની દુર્દશાઓ પણ સામે આવી છે આ કેનાલમાં જાડી જાખરાઓ લાંબા સમયથી ઉગી ગયેલા વૃક્ષો પણ જોવા મળ્યા છે ત્યારે ખેડૂતોને આ કેનાલમાંથી પાણી કઈ રીતે પહોંચતું હશે એ પણ એક મોટો સવાલ છે સૂરવોડેમમાંથી જ જે કેનાલના ભૂંગળાઓ બહાર નીકળે છે એ જ જમીનમાં દટાયેલા નજરે પડ્યા છે.
આ જમીનમાં દટાયેલા ભૂંગળાઓ માંથી શિયાળા દરમિયાન ખેડૂતોને પિયત માટે કઈ રીતે પહોંચતું હશે પાણી એ પણ મોટો સવાલ ઉદભવી રહ્યો છે ખેડૂત 60 વર્ષની ઉંમરે પણ આજે એવું જણાવે છે કે આ કેનાલ બની ત્યારથી આ કેનાલમાં ક્યારે અમે પાણી જોયું નથી અમારા ખેતરોમાં પિયત માટે આ કેનાલ નું પાણી આવ્યું જ નથી.
આજે આ કેનાલ શોભાના ગાઠીયા સમાન છે કાચીમાટીમાં ગાળેલી આ કેનાલમાં ઝાળીજાખરાઓથી મઢાઈ ગઈ છે કેનાલમાં વર્ષોથી વૃક્ષો ઉગેલા જણાઈ રહ્યા છે જ્યારે સૂર્યનારાયણ તપે ત્યારે આ કેનાલ સોનેથી મઢેલી હોઈ એ રીતે દેખાઈ છે. ત્યારે વિપુલભાઈ ખેડૂત જણાવી રહ્યા છે કે અમારી સાતમી પેઢી છે અને અમારે પાંચ-પાંચ વિઘા જમીન રહી છે ભાયું ભાગ પડતા. 35 વર્ષથી ડેમ બન્યો છે કેનાલનું પાણી અહીં પહોંચતું નથી, નથી વાડીઓ મા પાણી નથી બોરમાં પાણી, પીવાના પાણી માટે ગામમાંથી પાણીના શિશા લાવવા પડે તેવી હાલત છે.
દિવાળી આવે કે જમીની પાણી ઓસરી જાય છે કેનાલ અહીં હોવા છતાં પાણી અહીં પહોંચતું નથી…જ્યારે આ કેનાલ બનતી હતી ત્યારે મારા દાદાએ મને જેસીબીમા બેસાડ્યો હતો ત્યારથી આજદિન સુધી અહીં કેનાલમાં પાણી પહોંચ્યાંજ નથી રીપેરીંગ કરવા આવે અને કેનાલમાં પાણી રસ્તામાંજ ફૂટી જાય છે માટે કેનાલમાં પાણી નહિ આવે કહીને ફરી ચાલ્યા જાય છે…આ બાબતને લઈને તાલુકા કિસાન મોરચાના ઉપપ્રમુખ છગનભાઇ દ્વારા પણ ખેડૂતોની વેદના અને પરેશાનીનું નિરાકરણ લાવવા સ્થાનિક ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારી અને સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મુખ્યો છે ત્યારે આ કેનાલનું નિરાકરણ લાવવા માટેયોગ્ય કોઈ રાજકીય ખેડૂતોની વ્હારે આવશે તો આ પ્રશ્ન હલ થશેનું જણાવી રહયા છે ત્યારે દર વર્ષે કેનાલની મરામત સહિતના બિલો ઉધારવામાં આવતા હોવાના આક્ષેપો પણ થયા છે ત્યાં આ ખેડૂતોના વર્ષોજુના પ્રશ્ર્ન નું નિરાકરણ કોઈ રાજકીય આગેવાન આગળ આવીને આ કાચી માટીમાં બનેલી કેનાલને સાફસફાઈ કરી લેવલિંગ કરીને સિમેન્ટથી મઢી દેવાશે તો ખેડૂતોના વર્ષોજુના પ્રશ્નનું નિરાકરણ આવી શકેતેમ છે અને ખેડૂતોને કેનાલમાંથી પિયત માટે પાણી પહોંચી શકેતેમ છે પરંતુ ખેડૂતોની વેદના અને સમસ્યાનું નિરાકર લાવવા માટે કોણ આગળ આવશે એ મોટો સવાલ છે હાલમાં અમુક ખેડૂતો પાણીના પ્રશ્ન ને લઈ વાવેતર પણ નથી કરતા…ખેડૂતોના પ્રશ્ન નું નિરાકરણ આવશે ક્યારે એ આવનારો સમયજ કહેશે
કચ્છની કેસર કેરી પ્રથમ વખત ગુજરાતમાંથી અમેરિકા પોહચી