ખાખસર ગામ ના 30 વર્ષીય ભરવાડ સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. જેમાં વટામણ ખાતે કાર્યરત ૧૦૮ વાનના ઈ.એમ.ટી. હિંમત ચાવડા અને પાયલોટ પ્રધ્યુમનસિંહ ધુમ્મડ તાત્કાલિક સ્થળ પર પહોંચી સગર્ભા મહિલાના રિપોર્ટ ચેક કરતા માલુમ પડેલ કે સગર્ભા માતાના ગર્ભ મા બે જોડકાં બાળકો છે અને માતાની હાલત ખુબજ ગંભીર છે તેથી 108 દ્વારા તેને તાબડતોબ ખાખસર થી લઈ તારાપુર તારાપુર સી એચ સી ખાતે ખસેડવા કવાયત હાથ ધરેલ ખાખસર થી તારાપુર જતા હતા તે દરમિયાન સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા નો દુખાવો થતાં રસ્તા માં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડે તેવું લાગતા ઈએમટી હિંમત ચાવઙા અને પાયલોટ ની સુઝ-બુઝ અને ગાયનોકોલોઝિસ્ટ સલાહ સૂચન થી એમ્બ્યુલન્સ વાનમાં સફળતા પૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી
હતી અને બંને બાળકો અને માતા ને નવુ જીવનદાન મળ્યુ હતુ ત્યારબાદ પ્રસુતાને અને તેના નવજાત શિશુ ઓને સી.એચ.સી. તારાપુર ખાતે લઈ ગયા જવામાં આવ્યા હતા. દર્દીના સગા એ 108 એમ્બ્યુલન્સ વટામણ ટીમ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો……
વટામણ ૧૦૮ ટીમ દ્વારા ખાખસર ગામની જોખમી સર્ગભાના ટ્વીન્સ બાળકોની એમ્બ્યુલન્સ વાનમા જ સફળ પ્રસુતિ કરાવી
Related Posts
Add A Comment