ઝાંસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રન્સ વોર્ડમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ થયા હતા અને 16 ઘાયલ થયા હતા. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે આગ લાગી હતી. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આ આ દુર્ઘટના બની હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે જણાવ્યું હતું.
યુપીમાં ઝાંસી મેડિકલ કોલેજ હોસ્પિટલના NICU વોર્ડમાં આગની ઘટના બાદ હોસ્પિટલની બહાર હ્રદયદ્રાવક માહોલ જોવા મળ્યો હતો. પોતાના લડકવાયા જેને માં ભરી નિહાળી પણ નથી શક્યા કે ખોળામાં રમાડી પણ નથી શક્ય તેવા બાળકોની લાશો જોઈ હ્રદય ચિત્કારી ઉઠ્યું હતું. હોસ્પિટલ બહાર ભીડ એકઠી થઈ ગઈ છે. ચારે બાજુ અરાજકતા છે. લોકો રડે છે. દરમિયાન, એક યુગલ રડે છે અને ચીસો પાડે છે. પતિ બૂમો પાડતા કહે છે. ‘અમારું બાળક નથી મળતું? ક્યાં છે કોઈ, મને કહો..’ આટલું કહીને તે ફરી જોરથી રડવા લાગે છે. રડવામાં તે એકલો નથી. ઝાંસીની મેડિકલ કોલેજ કેમ્પસમાં આવા અનેક દુ:ખી સગાં-સંબંધીઓ અને પરિવારો અહીં-તહીં દોડી રહ્યા છે, જેમના નવજાત બાળકો જ્યારે કાળનો કટકો બની ગયા હતા.
લોકો જાણતા નથી કે તેમનું બાળક જીવિત છે કે નહિ.
NICU વોર્ડમાં આગ લાગતા 10 બાળકો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. અને 16 બાળકો જીવન-મરણ વચ્ચે લટકી રહ્યા છે. તેની સારવાર ચાલુ છે. સૌથી મોટી અને હ્રદયદ્રાવક વાત એ છે કે લોકો એ જાણતા નથી કે મૃત્યુ પામેલા 10 બાળકોમાં તેમનું બાળક પણ છે કે નહીં. કેટલાક બાળકોનો જન્મ થોડા કલાકો પહેલા થયો હતો, કેટલાક એક અઠવાડિયા પહેલા અને કેટલાક માત્ર 10 દિવસના છે. પરિવાર પાસે તેમને ઓળખવા માટે કંઈ જ નથી અને તેના કારણે જે લોકોના બાળકોને અહીં દાખલ કરવામાં આવ્યા હતા અને ભયાનક આગનો શિકાર બન્યા હતા તે તમામ લોકો ચિંતિત છે.
આગ સમયે 54 બાળકો હતા દાખલ
ઝાંસીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) સુધા સિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 16 બાળકોની સારવાર ચાલી રહી છે. ઘટના સમયે 50થી વધુ બાળકોને NICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઝાંસી પોલીસે સોશિયલ મીડિયા પર એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ સ્થળ પર દોડી ગઈ હતી જ્યારે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ મેડિકલ કોલેજ પહોંચ્યા હતા.
મહોબા જિલ્લામાં રહેતા એક દંપતીને તેમના નવજાત બાળકના મૃત્યુથી આઘાત લાગ્યો હતો. માતાએ પત્રકારોને જણાવ્યું હતું કે 13 નવેમ્બરે સવારે 8 વાગ્યે બાળકનો જન્મ થયો હતો. મારા બાળકનું આગમાં મૃત્યુ થયું.
ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગ બાદ બાળ વોર્ડમાંથી નવજાત બાળકોના સળગેલા મૃતદેહોને બહાર કાઢનારા પરિવારજનોની લાગણી પણ આવી જ હશે. બાળકોના પરિવારના સભ્યો પોતે જ તેમના જીગરના ટુકડાને બચાવવા વોર્ડમાં પ્રવેશ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે બાળકોના મૃતદેહોને બારીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ નવજાત બાળકોના મૃતદેહ આગમાં એટલા બળી ગયા હતા કે તેમને બહાર કાઢનારા લોકો પણ ગભરાઈ ગયા હતા. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે નવજાત બાળકના સળગેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે જે લોકો તે મૃતદેહ લેવા માટે બારી બહાર ઉભા હતા તેઓ પણ તે બાળકોની હાલત જોઈને ચોંકી ગયા હતા.
छोटे-छोटे बच्चे आग में जल गए. ये वीडियो देखकर मुझे रोना सा हो गया.
नजाने मां-बाप पर क्या बीत रही होगी.
📍यूपी pic.twitter.com/zbQd3jn8lM
— Ranvijay Singh (@ranvijaylive) November 16, 2024
સેફ્ટી એલાર્મ પણ કામ કરતું ન હતું
આ ઘટના બાદ મેડિકલ કોલેજની બેદરકારી પણ સામે આવી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ન તો મેડિકલમાં કોઈ સેફ્ટી એલાર્મ કામ કરતું હતું કે ન તો આ હોસ્પિટલમાં કોઈ બર્ન વોર્ડ હતો. જો સેફ્ટી એલાર્મ કામ કરતું હોત તો કદાચ આ ઘટના બનતી અટકાવી શકાઈ હોત. તેમજ મેડિકલ કોલેજમાં જ બર્ન વોર્ડ હોત તો કદાચ સમયસર અનેક નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત.
યોગી આદિત્યનાથે 12 કલાકમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો
લખનઉથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનર બિમલ કુમાર દુબે અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ઝાંસી પોલીસ રેન્જ) કલાનિધિ નૈથાનીને આ મામલે 12 કલાકમાં રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. શનિવારે વહેલી સવારે એસએસપી સુધા સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે 16 ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનો જીવ બચાવવાના પ્રયાસો ચાલુ છે. તેમના માટે પૂરતી તબીબી સુવિધાઓ તેમજ તમામ ડોકટરો ઉપલબ્ધ છે.
NICU વોર્ડ રાખમાં ફેરવાઈ ગયો
જે વોર્ડમાં બાળકોને રાખવામાં આવ્યા હતા તેની તસવીરો પણ સામે આવી છે. બાળકોને રાખવા માટે વપરાતા મશીનો સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આખો વોર્ડ નાશ પામ્યો છે. લાઇટો કપાઇ ગઇ છે.
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકોના મોત થયા હતા, જ્યારે 17 બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘાયલોને સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે, લગભગ 54 બાળકોને નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (SNCU વોર્ડ)માં દાખલ કરવામાં આવ્યા હતા.
વરિષ્ઠ અધિકારીઓની જમાવટ
ઘટનાની ગંભીરતાને જોતા ADG ઝોન કાનપુર આલોક સિંહ ઝાંસી જવા રવાના થઈ ગયા છે. તેમજ ડીઆઈજી ઝાંસી રેન્જ અને ઝાંસી ડિવિઝનલ કમિશનરને આ મામલાની ઝીણવટભરી તપાસ કરીને રિપોર્ટ સોંપવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે સાંજ સુધીમાં મામલાની વિગતવાર રિપોર્ટ મંગાવી છે. તેમણે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.
ઘટના સ્થળે રાહત કાર્ય ચાલુ છે
ફાયર બ્રિગેડ અને વહીવટી ટીમ ઘટનાસ્થળે રાહત કાર્યમાં લાગેલી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. અકસ્માત બાદ મેડિકલ કોલેજ પ્રશાસન અને સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ અકસ્માતની વિગતવાર તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ નિર્દેશ આપ્યો છે કે પ્રશાસન તાત્કાલિક મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય આપે.
સીએમ યોગી આદિત્યનાથે ઝાંસી મેડિકલ કોલેજના NICUમાં થયેલા અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. શુક્રવારે મોડી રાત્રે આ ઘટનાની માહિતી મળતાની સાથે જ સીએમએ ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થને રાતોરાત ઘટનાસ્થળે મોકલ્યા હતા. મુખ્યમંત્રી આખી રાત ઘટના સ્થળેથી દરેક ક્ષણની માહિતી લેતા રહ્યા. મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર પણ નજર રાખી હતી.
સીએમ યોગીની સૂચના પર, આ ઘટનામાં અકાળે જીવ ગુમાવનારા નવજાત બાળકોના માતાપિતાને 5-5 લાખ રૂપિયાની સહાય અને સીએમ રાહત ફંડમાંથી ઘાયલોના પરિવારને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. સીએમએ ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને ડીઆઈજીને 12 કલાકની અંદર ઘટના અંગે રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.
ડેપ્યુટી સીએમએ આ વાત કહી
આ પહેલા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક ઝાંસી મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને કહ્યું હતું કે 10 બાળકોના મોત થયા તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. બાળકોની તેમના પરિવારના સભ્યો સાથે ઓળખ કરવામાં આવી રહી છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થશે.
તેમણે કહ્યું હતું કે પ્રથમ તપાસ સરકારી સ્તરે કરવામાં આવશે, જે આરોગ્ય વિભાગ કરશે. બીજી તપાસ જિલ્લા કક્ષાએ કરવામાં આવશે, જે પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. ત્રીજી તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા હાથ ધરવામાં આવશે. ડેપ્યુટી સીએમએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ ઘટના કેવી રીતે બની, કેમ બની અને જવાબદારી નક્કી કરશે. આ પછી કોઈને છોડશે નહીં.