વિદ્યા દાન મહાદાન: શ્રી મિનેષભાઈ પટેલ (પેઢામલીવાળા) વિજાપુર કાંઠા વિભાગના પ્રમુખ અને ગુજરાત મોઢ પાટીદાર સમાજના પ્રમુખ અને સામાજિક સેવાભાવી અને ઘણા વર્ષોથી સમાજમાં વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરે છે. સમાજમાં અગ્રણી તરીકે ઘણી સારી સેવાઓ આપી છે. આ સેવા કાર્યમાં તેમની સાથે સમાજના અગ્રણી એવા ભાવેશ ભાઈ પટેલ(મૂળે ડભોડા ગામ) જે ગુજરાત હાઇકોર્ટમાં વકીલ તરીકે સેવા આપે છે તે પણ જોડાયા છે. અને બંને દ્વારા સંયુક્ત રીતે સમાજના બાળકોના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મિનેષ બિલ્ડકોન અને મિનેષ એન્ટરપ્રાઇઝના પ્રણેતા શ્રી મિનેષભાઈ પટેલ અને શ્રી ભાવેશભાઈ પટેલ એડવોકેટ દ્વારા શ્રી મોઢ પાટીદાર સમાજના બાળકોના ઉજ્વળ ભવિષ્યમાં સહભાગી થવાના આશય સાથે 10000 ચોપડાનું વિતરણ કરવામાં આવશે. સમાજના વિદ્યાઅભ્યાસી બાળકો અને તેમના વાલીઓએ વેળાસર આ સેવાયજ્ઞનો લાભ લેવા નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોર્મ ભરી બાળકો માટે ચોપડા મેળવી શકે છે.
https://forms.gle/n3ouCssK224JNw8U9