ગુજરાતની મહેનતુ અને સ્વાભિમાની જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે ૧લી મે ગુજરાતનાં સ્થાપના દિનથી કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકે તાલુકે જનમંચ કાર્યકમની શરૂઆત કરવામાં આવી : અમિત ચાવડા
બેરોજગારી, ગેરવહીવટ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતી, મનરેગા, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના પ્રજાના પ્રશ્નોને જનતાએ કોંગ્રેસનાં જનમંચ ઉપર આવીને ઉજાગર કર્યા : અમિત ચાવડા
આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા એ જનમંચ કાર્યક્રમ હેઠળ થયેલા જનસંપર્ક વિષે વાત કરી. આ પ્રેસ વાર્તામાં અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતું કે, ૧લી મે ગુજરાતનાં સ્થાપના દિનથી જનમંચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જનમંચ કાર્યક્રમ ગુજરાતની જનતાને મંચ આપે છે જે થકી તેઓ પોતાનો અવાજ બુલંદ કરી શકે અને પોતાના તમામ પ્રશ્નોની રજૂઆત કરી શકે.
આ કાર્યક્રમ આવનારા સમયમાં ૨૫૦ તાલુકા, ૧૬૦ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓ સુધી લઈ જવામાં આવશે. સરકારની ખોટી નીતિઓ, ભ્રષ્ટાચારી તંત્ર, મળતીયાઓ અને વહીવટદારો દ્વારા ચાલતી સિસ્ટમ ઉપર જનમંચ અને જનતા પ્રહાર કરશે. આ કાર્યક્રમ અંતર્ગત જનતા પોતાના પ્રશ્નોને દસ્તાવેજો સાથે જનમંચ દ્વારા રજૂ કરે છે અને તેમની ફરિયાદોને જનમંચ અને કોંગ્રેસનાં પ્રતિનિધિઓ સાંભળે છે. ત્યારબાદ જે તે પ્રશ્નોના નિવારણ માટે સંબંધિત સરકારી વિભાગોમાં પત્રો લખવામાં આવે છે.
અત્યાર સુધી જનમંચ કાર્યક્રમ ૭ જિલ્લા, ૧૪ તાલુકા અને ૮ નગરપાલિકામાં આયોજિત કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સામાન્ય જનતા ઉપસ્થિત રહી. જનમંચ કાર્યક્રમ અત્યાર સુધી સફળતાપૂર્વક પાલનપુર, વડગામ, મહેસાણા, ખેરાલુ, ઓલપાડ, મહુવા, ચીખલી, નવસારી વિઝલપોર, ભરુચ, વાગરા, દાહોદ, ફતેપુરા, લુણાવાડા અને સંતરામપુર ખાતે યોજાઇ ગયો. જેમાં સામાન્ય જનતાએ સરકાર તરફથી પડતી મુશ્કેલીઓ, બેરોજગારી, ગેરવહીવટ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર, ખેડૂતોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતી, મનરેગા, ભ્રષ્ટાચાર, મોંઘવારી સહિતના પ્રશ્નોને વાચા આપી હતી. ૧૫૬ બેઠકો મેળવીને જંગી બહુમતીના ગુમાનમા રાચતી ડબલ એન્જિન સરકાર ઉત્સવોમાં વ્યસ્ત અને ભ્રષ્ટાચારમાં મસ્ત છે ત્યારે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ જનતાને બોલવા માટે મંચ આપી રહ્યો છે.
જનમંચ કાર્યક્રમ ગુજરાતમાં લોકચાહના મેળવી રહ્યો છે અને જનતાની તકલીફોને વાચા આપી રહ્યો છે. અમિતભાઈ ચાવડા સાહેબના આ જનલક્ષી અભિગમ ને જનતા તરફથી અપાર જન સમર્થન મળી રહ્યું છે. જનમંચ કાર્યક્રમની સોશ્યલ મીડિયા લીંક અત્રે આપેલી છે.