Manipur Violence : આશરે છેલ્લા બે મહિનાથી મણિપુર .હિંસાની આગમાં સળગી રહ્યું છે. હજારો લોકો પોતાનું ઘર છોડી રાહત શિબિરમાં રહેવા માટે મજબુર બન્યા છે. બે સમુદાય વચ્ચે ચાલી રહેલી જાતીય હિંસામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સામાન્ય જાણતા ઓ ઠીક પરંતુ નેતાઓ પણ પોતાની જાતને આ હિંસાથી અલગ નથી કરી શક્યા. અહીં કેન્દ્રીય મંત્રીના ઘરને પણ આગ ચગાપી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે આ હિંસાનું કારણ શું છે? અને તે કેવી રીતે શાંત થઈ શકે?
મણિપુરમાં 3 મેના રોજ કુકી સમુદાયના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર દ્વારા ‘આદિવાસી એકતા માર્ચ’ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ રેલી દરમિયાન કુકી અને મીતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સમય ભષ્મ કહીએ તો આદિવાસીઓ અને બિન-આદિવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી મણિપુરમાં હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
3 મેની સાંજ સુધીમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મદદ માંગવી પડી હતી. અને મણિપુરમાં આર્મી અને અર્ધલશ્કરી દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી હતી.
રેલી કેમ કાઢવામાં આવી હતી
આ રેલી મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં કાઢવામાં આવી હતી. મેઇતેઇ સમુદાય લાંબા સમયથી અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો મેળવવાની માંગ કરી રહ્યો છે. 20 એપ્રિલે મણિપુર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરન દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારને મેઇતેઇ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાની માંગણી પર વિચાર કરવા જણાવાયું હતું. આ માટે હાઈકોર્ટે સરકારને ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. મણિપુર હાઈકોર્ટના આ આદેશ બાદ નાગા અને કુકી જનજાતિના લોકો રોષે ભરાયા હતા. તેમણે 3જી મેના રોજ આદિવાસી એકતા કૂચ કરી હતી.
‘મીતેઈ’ આદિવાસી દરજ્જાની માંગ કેમ કરી રહ્યા છે?
મણિપુરમાં ‘મીતેઈ’ સમુદાયની વસ્તી 53 ટકાથી વધુ છે. આ બિન-આદિવાસી સમુદાયો છે, મોટાભાગે હિન્દુઓ. તે જ સમયે, કુકી અને નાગાની વસ્તી લગભગ 40 ટકા છે. રાજ્યમાં આટલી મોટી વસ્તી હોવા છતાં, મીતેઈ સમુદાય ફક્ત ખીણમાં જ સ્થાયી થઈ શકે છે. મણિપુરનો 90 ટકાથી વધુ વિસ્તાર પર્વતીય છે. માત્ર 10 ટકા ખીણ છે. પહાડી વિસ્તારોમાં નાગા અને કુકી સમુદાયો અને ખીણમાં મીતેઈનું વર્ચસ્વ છે.
મણિપુરમાં કાયદો છે કે ખીણમાં સ્થાયી થયેલા મીતેઈ સમુદાયના લોકો પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી અને ન તો તેઓ ત્યાં જમીન ખરીદી શકે છે. પરંતુ પહાડી વિસ્તારોમાં સ્થાયી થયેલા કુકી અને નાગા આદિવાસી સમુદાયો પણ ખીણમાં સ્થાયી થઈ શકે છે અને જમીન ખરીદી શકે છે. સમગ્ર મુદ્દો એ છે કે 53 ટકાથી વધુ વસ્તી માત્ર 10 ટકા વિસ્તારમાં રહી શકે છે, પરંતુ 40 ટકા વસ્તી 90 ટકાથી વધુ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે.
મેઇતેઈ સમુદાય વતી મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે 1949માં મણિપુર ભારતનો ભાગ બન્યું હતું. તે પહેલાં, મીતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો હતો. પરંતુ બાદમાં તેને આ યાદીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શિડ્યુલ ટ્રાઈબ ડિમાન્ડ કમિટી મણિપુર (STDCM) એ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે ST યાદીમાં ‘મીતેઈ’ સમુદાયનો સમાવેશ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. STDCMએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે 29 મે, 2013ના રોજ કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસેથી ‘મીતેઈ’ સમુદાય સંબંધિત સામાજિક-આર્થિક વસ્તી ગણતરી અને એથનોગ્રાફિક રિપોર્ટ્સ માંગ્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કોઈ પગલાં લીધા ન હતા.
To join our whatsapp group pl. click : https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
મોરબી/ વોંકળા પર બાંધકામને નજર અંદાજ કરવામાં કોનું દબાણ?
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ