આપનો દેશ બારે મહિના ચુન્તીના મોડમાં જ હોય છે. ક્યારેક જીલ્લા મ્પન્ચાયત તો કયારેક તાલુકા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા કે પછી લોકસભા હમેશા કોઈ જે કોઈ રાજ્યમાં કોઈ ને કોઈ ચૂંટણી ચાલતી હોય છે. હાલમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારષ્ટ્ર અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં બધા વ્યસ્ત છે.
જો કે હવે ચૂંટણીનીપેત્ર્ણ બદલાઈ રહી છે. લોકોની સમસ્યાઓને નેતાઓ સાઈડ કરી રહ્યા છે. પ્રજા પણ નેતા નો રોબ અને દમામ રૂતબો જોઈ વોટ આપતી થી છે. પ્રજાલક્ષી કર્યો અને પ્રજા માટે સમય ફાળવતા , પ્રજા વિકાસના કર્યો કરતા નેતા હવે રહ્યા જ નથી અથવા આવા નેતા કોઈને ગમતા નથી. એટલે જ નેતાઓ પણ હવે આવા મુદ્દાને ચૂંટણીમાં ખાસ મહત્વ નથી આપતા.
હાલમાં દેશમાં કેટલી બધી સમસ્યાઓ છે. પરંતુ વિપક્ષ પજાના પ્રશ્નોને સાઈડ કરી એકઠા થવામાં વ્યસ્ત છે. સામેની વ્યક્તિને હરાવો તો છે. પણ પોતાના અંગત સ્વાર્થ માટે વિકાસના નામે પ્રજાના બેલી બની હરાવવામાં હવે વિપક્ષને રસ પણ રહ્યો નથી.
વિપક્ષ મણિપુરમાં થયેલા હિંસાને કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી રહ્યું છે તો સત્તાધારી પક્ષ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આગ્રહ કરી રહ્યો છે.
બીજી તરફ રાજસ્થાનમાં ઉદયપુરની ઘટના ફરી જાગૃત થઇ છે. ટેલર કન્હૈયાલાલની હત્યાનો મામલો ફી જોર પકડી રહ્યો છે, ભાજપ આ ઘટનાને રાજસ્થાનની કોંગ્રેસ સરકારની નિષ્ફળતા ગણાવી રહી છે, જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ મામલો હવે કેન્દ્ર સરકાર પાસે છે અને એક વર્ષ વીતી જવા છતાં કન્હૈયાલાલને ન્યાય મળી શક્યો નથી.
હકીકત એ છે કે ડરના કારણે કન્હૈયાલાલની દુકાનની આસપાસનું બજાર હજુ પણ સુમસામ ભાસે છે. સાંપ્રદાયિક મુદા રાજકારણીઓને વધુ આકર્ષતા હોય તેમ લાગે છે. કારણ કે સાંપ્રદાયિક મુદ્દાઓ એ ચાવી છે જે મોટી વોટ બેંક બની શકે છે. જો દિવાળી પછી આવતી ચૂંટણીમાં વરસાદી માહોલ અને ખાડા તાપમાન વધારતા હોય છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાંથી બે રાજ્યોમાં હજુ પણ કોંગ્રેસની સરકારો છે અને અહીં એન્ટી ઈન્કમ્બન્સી રહેશે. કોંગ્રેસ ઉત્સાહિત છે કારણ કે તેણે કર્ણાટકમાંભવ્ય વિજય મેળવ્યો છે. કર્ણાટકની જીત સાથે જ તેમને લાગવા માંડ્યું છે કે તેમના સારા દિવસો આવવાના છે.
બંને પક્ષોના ટોચના નેતાઓ સંપૂર્ણ ચૂંટણીના મોડમાં છે. સામાન્ય માણસ મોંઘવારી અને બેરોજગારી સાથે જીવવા મજબૂર છે, પરંતુ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ હવે ચૂંટણીને પ્રભાવિત કરવા સક્ષમ નથી. હાલમાં શાકભાજી અને મસાલા ડાલોના ભાવમાં તોતિંગ વધારોજોવા મળી રહ્યોછે. દેશમાં કેટલીક જગ્યાએ ટામેટાં મરચા 120 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. વઘારમાં વપરાતું જીરું ૯૦૦ રૂપિયા પહોચ્યું છે.
નવી પેઢીને મોંઘવારી શું છે એ ખબર જ નથી. ATM કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતી પ્રજાને ખબર પણ ક્યાંથી હોય? કિંમત કે વધતી જતી મોંઘવારી વિષે વિચારવાનો સમય નથી આવી સ્થિતિમાં મોંઘવારી જેવા મુદ્દા ચૂંટણી પર કેવી અસર કરી શકે?
જો કે શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના ચક્રવ્યૂહ ઘડવામાં વ્યસ્ત છે. વિપક્ષ યુનિફોર્મ સિવિલ કોડ પર સ્પષ્ટતાની માંગ કરી રહ્યો છે અને શાસક પક્ષ સમગ્ર વિપક્ષને ભ્રષ્ટાચારનો અડ્ડો ગણાવી રહ્યો છે. પ્રજા માટે વિચારી શકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા નેતાઓ ક્યાં?