- ગુજરાત “વાઘોડીયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ” BJP-INC સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે
- “વાઘોડીયા વિધાનસભા બેઠક પર જામશે ત્રિપાંખિયો જંગ” BJP-INC સામે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે
વડોદરા ગ્રામ્યની વાઘોડીયા વિધાનસભા બેઠક પર આગામી 7 મે ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુભાઇ ગોહીલએ ગત રોજ ઉમેદવાર પત્ર નોંધાવી દીધું હતુ. તેવામાં ચૂંટણી લડવા વાંચ્છુક મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસે ટિકિટ ન આપતા આખરે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનુ મન મનાવી લીધું છે. જેથી તેઓ આવતીકાલે પોતાની ઉમેદવારી નોંધાવશે તેવી તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેરાત કરી છે. જેથી હવે વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર ત્રિપાંખ્યો જંગ જામશે.
વાઘોડીયા વિધાનસભા બેઠક છેલ્લા 30 વર્ષથી ભાજપ હસ્તક હતી, જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવને પડતા મુકી અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા. બીજી તરફ હાલના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટણી લડ્યા અને જીત હાસીલ કરી હતી. ત્યારબાદ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપનો કેસરીયો ધારણ કરતા વાઘોડીયા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ છે.
વાઘોડીયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ પણ પ્રથમ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટાયા હતા અને ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થયા હતા. જોકે ત્યારથી અત્યાર સુધી છેલ્લા 30 વર્ષથી વાઘોડીયા બેઠક પર કોઇ પંજો મારી સક્યું નથી.
પરંતુ પેટા ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ ટિકિટ આપશે તેવી અટકળો ચાલી રહીં હતી. પરંતુ કોંગ્રેસે કનુભાઇ ગોહિલને ઉમેદવાર જાહેર કરતા, હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. જેથી આગામી સમયમાં વાઘોડીયા વિધાનસભા બેઠક પર ખુબ ચર્ચાસ્પદ હશે તેવી રાજકીય મોરચે ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા શકિતસિંહ ગોહિલ વડોદરાની મુલાકાતે હતા, ત્યારે મધુ શ્રીવાસ્તવ તેમને મળ્યા હતા અને તે સમયે મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, હું વાઘોડીયા બેઠક પરથી ચૂંટણી લડવાનો… લડવાનો અને લડવાનો… કોઇ ટિકિટ આપે કે ના આપે