- મોરબીની ડીઝાઈન બગાડવામાં કોને વધુ પડતો રસ છે? મોરબી શહેર માં થઇ રહેલી ટોક ઓફ ધી ટાઉન ચર્ચા!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
એક સમયે સૌરાષ્ટ્રનું પેરીસ ગણાતું મોરબી શહેર આજે ધન ભૂખ્યા બિલ્ડરોના પાપે નર્કાગાર બનતું જાય છે.એક તસુ જમીન છોડતા ન હોય એ તો ઠીક પણ વોકળા પર બાંધકામ કરવાની બાબત ને નજર અંદાજ કરવામાં કોણ દબાણ કરી રહ્યું છે? મોરબી ની ડીઝાઈન બગાડવામાં કોને વધુ રસ છે? તેવી ચર્ચા હાલ હોટ શોટ થઈ રહી છે. મોરબીમાં રાજાશાહી વખતથી ૯-૧૦ વોકળા હતા. એમાંથી એક પણ વોકળા સલામત રહેવા દીધો નથી તમામ વોકળા બુરી દીધા છે અને તેના ઉપર પેશકદમી કરી ને બાંધકામ થઈ ગયાં છે જેના કારણે વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા છે.
અને મોરબીના તમામ મુખ્ય રોડ ઉપર અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાય છે અને ભવિષ્ય માં આ સમસ્યા ગંભીર બનશે તે વાત નક્કી છે્. મોરબી શહેર માં એચડીએફસી બેન્ક પાસે વોકળા ઉપર બાંધકામ થઈ રહ્યું છે તે સ્પષ્ટ દેખાય છે જે અંગે નગરપાલિકાને લેખિત રજૂઆતો પણ થઈ છે યે અંગે તપાસ પણ થઈ છે પણ કોઈ રાજકીય આકાઓની ઈચ્છા શક્તિ ના પ્રભાવ હેઠળ આ વોકળા ઉપરના બાંધકામને અટકાવવામાં આવ્યું નથી. અને આવા દરેક વોકળા બંધ કરી દેવાના કારણે મોરબીની ડિઝાઇન બગડી ગઈ છે અને કોને આવો રસ છે? મોરબીની ડિઝાઇન બગાડવામાં? તેની હાલ મોરબી શહેરમાં ચર્ચા થઈ રહી છે.
ગુજરાત રાજ્યમાં સરકારના ૨૦૧૮ વર્ષ થી ઓનલાઇન બિન ખેતી અને ઓનલાઈન લે આઉટ પ્લાન મંજૂર કરવાની જે વ્યવસ્થા કરી છે જેમાં રેવન્યુ વિભાગના પરિપત્ર મુજબ ૯ મીટર નો રોડ બિનખેતીના લેઆઉટ પ્લાનમાં નગરપાલિકાના રોડને મળે તે રીતે મૂકવો અને તે મુજબ સોગંદનામાં તેનો ઉલ્લેખ કરવો. સરકારની આ સૂચના અને પરીપત્ર ને મોરબી નાં કેટલાક બિલ્ડરો ઘોરીને પી ગયા છે. સરકાર ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન માટે કટિબદ્ધ છે તેવું કહે છે ત્યારે સરકારને જો તપાસ કરવી હોય તો એસીબી માંથી તપાસ કરાવે કે જેમની પાસે તારીખ ૨૮-૬-૨૦૨૧ નાં રોજ મોરબી થી થયેલી રજીસ્ટર એડી અરજી તારીખ ૩૦-૬-૨૦૨૧ ના રોજ તેમને મળી ગઈ છે. આજદિન સુધીમાં એક પણ અધિકારીએ તે અરજી ની તપાસ કરી નથી તે હકીકત છે. અરજી માં દરેક આધાર પુરાવા જોડવામાં આવ્યા છે તે તપાસ એસીબી તંત્ર પાસે જ કરાવે. એસીબી તંત્રને માસીક બે અને વાર્ષિક દશ ડીકોઇ ટ્રેપ ફરજિયાત કરવી જોઈએ તેવી સુચના આપવામાં આવે અને તેવો પરીપત્ર બહાર પાડવામાં આવે.
વધુ વાત કરીએ તો થોડા સમયમાં જ મોરબી નગર પાલિકાએ એક કોમર્સિયલ બાંધકામને મંજુરી આપી દીધી છે તેવી ચર્ચા કર્ણોપકર્ણ સાંભળવા મળી રહી છે. શહેરના રવાપર રોડ થી વાઘપરા મેઈન રોડને જોડતા રોડ પરના વોકળા ઉપર બનાવાયેલ આ બાંધકામ ગઈકાલ સુધી જ્યાં વરસાદી પાણી ના નિકાલનો વોકળો હતો ત્યાં ત્રણ માળનું બિલ્ડીંગ ઉભું થઇ ગયું છે.સામાન્ય રીતે પાણી નાં વહેણ, નદી,નાળા,વોકળા, કેનાલ કાઠે બાંધકામ કરવાના ખાસ નિયમ છે. તેની હદથી અમુક જગ્યા છોડીને બાંધકામ કરવાનો નિયમ છે. પરંતુ આ કેસમાં તમામ નિયમો નેવે મુકીને મોરબી નગર પાલિકા દ્વારા આ બાંધકામને મંજૂરી આપી દીધી છે તેવી ચર્ચા સાંભળવા મળી રહી છે અને સમગ્ર શહેરમાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે.
આ બિલ્ડીંગ બનાવનાર ભાજપ ના જ આગેવાન છે અને રાજકીય આકા ની મહેરબાની હોય તેમ ત્રણ ચાર પાર્કિંગ વગર નાં શોપીંગ સેન્ટર બનાવ્યા છે તો અહીં તો વોકળા ઉપર જ બાંધકામ કરી દીધું છે. મુખ્યમંત્રીશ્રીએ ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન વાત કરી રહ્યા છે ત્યારે આ બાબતે કોઈ ની શેહ શરમ રાખ્યા વગર તપાસ કરાવે તો જ ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન ની વાત સાર્થક ગણાશે. આ બાંધકામ માં નગરપાલિકા નો એક નાણાં ભુખ્યા કર્મચારીની પણ સામેલગીરી હોવાની વાત હાલ નગરપાલિકા માં ચર્ચા નો વિષય બન્યો છે. હાલ મોરબી નગરપાલિકા માં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને વહીવટદાર તરીકે મોરબીના અધિક કલેકટર એન. કે. મુછારને બેસાડવામાં આવ્યા છે અને ચીફ ઓફિસર તરીકે ડી. સી. પરમાર ફરજ બજાવી રહ્યા છે. આ ચીફ ઓફિસરે તો આવી મંજૂરી આપી નથી તેવું જણાવ્યું છે. તો વોકળા પર જ બાંધકામ હોવા છતાં અંડર ગ્રાઉન્ડ માં આ મંજુરી ઉપર સહી કેવી રીતે થઇ શકે? એ સમજાઇ ન શકે તેવી વાત છે. મોરબી નગરપાલિકા માં ભય વગર નો ભ્રષ્ટાચાર ચાલે છે તેવી કેટલીક આધાર પુરાવા સાથે નગરપાલિકા નાં કબાટમાં હાડપિંજર પડ્યા છે. ત્યારે આ મંજુરી આપવામાં આવી હોય તો લાખો રૂપિયા નો વહીવટ થયો હોય તેવી આશંકા ઉભી થઇ છે. કારણ કે આ બિલ્ડીંગને કોઈ કાળે મંજુરી મળી શકે તેમજ નથી. આ બાબતે ગુજરાત ના મુખ્યમંત્રી ને રજુઆત કરીને દેશ નાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને અને કેન્દ્રીય ભાજપના પ્રમુખ જેપી નડ્ડાજી નેં પણ કેટલાક પુરાવા સાથે રજુઆત કરવામાં આવશે. તેવું એક જાગૃત નાગરિકે આક્રોશ સાથે જણાવ્યું છે.
ધોળાવીરા – સિંધુ સંસ્કૃતિનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ
નરેન્દ્ર મોદી એક વૈશ્વિક નેતા : અમેરિકાએ પણ સ્વીકાર્યું
Which is More Beneficial for the Stomach and What is the Right Way to Eat It?
શું ટાઇટન સબમરીનમાં Catastrophic implosionને કારણે વિસ્ફોટ થયો હતો? જાણો શું છે આ