હાલમાં શ્રાધ પક્ષના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાનું મહત્વ ખૂબ જ વધારે હોય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે કાગડો એ યમનું પ્રતીક છે, જે તમારા હાથે આપેલ ભોજનનો સ્વીકાર કરે તો એ તમારા પિતૃઓ સુધી પહોંચે છે, અને પિતૃઓ તમારા ઉપર ખુશ રહે છે. એવું પણ કહેવાય છે કે મૃત્યુ પછી વ્યક્તિ સૌપ્રથમ કાગડા સ્વરૂપે જન્મ લે છે. કાગડાને ખવડાવવાથી પિતૃઓ સુધી તે ખોરાક પહોંચે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે.
આવી બધી વાતો તમે તમારા ઘરના વડીલ પાસેથી, પંડિતજી પાસેથી, જ્યોતિષી પાસેથી અથવા તો વિવિધ પુસ્તકોમાં પણ વાંચી હશે પરંતુ શ્રાધ પક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું સાચું કારણ ભાગ્યે જ કદાચ તમને ખબર હશે. જેમ ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ છે તેવી જ રીતે કાગડાને ખવડાવવાનું પણ એક અલગ જ વૈજ્ઞાનિક મહત્વ છે. આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે જો કોઈ પણ વસ્તુને ધર્મને જોડી દેવામાં આવશે તો લોકો કોઈપણ જાતની ટીકા ટિપ્પણી કર્યા વિના તેનું પાલન કરતાં રહેશે અને માટે જ તેમણે ઉપવાસ, પિતૃ પક્ષમાં કાગડાને ખીર જેવા નિયમો બનાવેલા છે.
તો આવો જાણીએ પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું સાચું વૈજ્ઞાનિક કારણ…
તમે પીપળ અથવા વડના વૃક્ષને કોઈ દિવાલ, જૂની ઇમારત, પર્વત અથવા ઓટલા પર સ્વયંભૂ ઉગતા જોયા હશે. વિચારો કે પીપળ કે વડના બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યા હશે? તેમના બીજ એટલા હળવા તો નથી જ કે પવન દ્વારા ઉડીને દીવાલમાં આવે અને ત્યાં ઉગી નીકળે… તમને જાણીને નવાઈ લાગશે પણ પીપળા અને વડના બીજને અહીંથી ત્યાં સુધી પહોંચાડવાનું કામ કાગડો કરે છે.
હવે વિચારો કેવી રીતે? કાગડા પીપળ અને વડ બંને વૃક્ષના બીજ ખાય છે. અને તેના પેટમાં આ બીજ પ્રોસેસ થાય છે. સખત બીજ થોડા નરમ બને છે અને પછી જ બીજ ઉગાડવા માટે સક્ષમ બને છે. ત્યારપછી જ્યાં કાગડા જ્યાં ત્યાં પોટ્ટી કરે છે. ત્યાં આ બે વૃક્ષો ઉગે છે. કુદરતે પણ અદભુત સિસ્ટમ બનાવી છે. વડ કે પીપળ વાવવાની કુદરતની આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત છે.
આપણા શાસ્ત્રોમાં વડ-પીપળને પૂજનીય ગણાવવામાં આવી છે. એક તરફ પરિણીત મહિલાઓ પૂર્ણ 16 શૃંગાર કરે છે, વટ સાવિત્રીનું વ્રત રાખે છે અને વટવૃક્ષની પૂજા કરે છે, એવું કહેવાય છે કે તેનાથી તેમના પતિનું આયુષ્ય વધે છે. બીજી તરફ પીપળને કાપવું વર્જિત માનવામાં આવે છે, કારણ કે પીપળમાં યમનો વાસ છે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે અને એક વડ તો દસ વૃક્ષો બરાબર છે. જો આ વૃક્ષો રહેશે તો માત્ર પ્રતિનું જ નહિ બધાનું આયુષ્ય વધશે, જો કુદરતમાં ભરપૂર ઓક્સિજન હશે તો દરેકનું આયુષ્ય લાંબુ થશે.
શ્રાદ્ધપક્ષ દરમિયાન કાગડાને ખવડાવવું શા માટે શુભ છે?
ભારતમાં, માર્ચથી ઓગસ્ટ અથવા ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કાગડાઓ પ્રજનન કરે છે. મૂળભૂત રીતે, મોટાભાગનું સંવનન ભાદરવા એટલે કે ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે થાય છે. કાગડાઓની નવી પેઢીને પૌષ્ટિક અને ભરપૂર આહાર મળવો જોઈએ જેથી તેઓ મોટા થાય અને પીપળના પુષ્કળ વૃક્ષો વાવે, આથી આપણા ઋષિમુનિઓએ ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં કાગડાના નવજાત બચ્ચાં માટે ભોજનની વ્યવસ્થા કરી હતી.
પ્રખર જ્ઞાની વિદ્વાન અને દૂરંદેશી હશે, જે આપણને આદરના નામે પ્રકૃતિની રક્ષા કરવાનું શીખવતા ગયા છે.
પિતૃપક્ષ દરમિયાન કાગડાને ભોજન કરાવવાનો ચોક્કસથી પ્રયાસ કરજો. અને માત્ર પિતૃ પક્ષ દરમિયાન જ કેમ નહીં, આખા વર્ષ દરમિયાન બને તો સંકલ્પ લેજો. પરંતુ તેને તળેલા ગાંઠિયા નહિ દૂધ અને ભાત. દૂધ રોટલી આપજો. જ્યારે પણ શક્ય હોય ત્યારે કાગડા અને અન્ય પ્રાણીઓને ખવડાવો અને વડના વૃક્ષો વાવો. જ્યારે તમે આ કરશો ત્યારે તમને તમારા જીવનકાળમાં મોક્ષ મળશે.
Why is kheer fed to Kagada during Shraddha Paksha?