ઈસરોએ (ISRO) કહ્યું કે ચંદ્રયાન-3 (chandrayan-3) મિશન નક્કી સમયે આજે સાંજે દક્ષિણ ધ્રૂવીય ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરવા આગળ વધી રહ્યું છે
ચંદ્ર પર ઉતરવાની સાથે જ ભારત આ સિદ્ધી મેળવનાર દુનિયાનો ચોથો દેશ અને દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ બની જશે. અગાઉ અમેરિકા, રશિયા અને ચીન આ ઐતિહાસિક કરીશ્મો કરી ચૂક્યા છે
દરેક વીતતી જતી ક્ષણો સાથે વધતી આશાઓ અને ઉત્સાહ વચ્ચે ભારત એક નવો રેકોર્ડ સર્જવાની તૈયારીમાં છે. ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નક્કી સમયે આજે સાંજે દક્ષિણ ધ્રૂવીય ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ (landing) કરવા આગળ વધી રહ્યું છે. ચંદ્ર પર ઉતરવાની સાથે જ ભારત આ સિદ્ધી મેળવનાર દુનિયાનો ચોથો દેશ અને દક્ષિણ ધ્રૂવ પર લેન્ડ કરનાર પ્રથમ દેશ બની જશે. અગાઉ અમેરિકા, રશિયા અને ચીન આ ઐતિહાસિક કરીશ્મો કરી ચૂક્યા છે.
આજની દિવસની પસંદગી કેમ?
લેન્ડર મોડ્યુલ (વિક્રમ) ની સોફ્ટ લેન્ડિંગનો અર્થ 6000 કિ.મી. પ્રતિકલાકની ગતિને શૂન્ય પર લાવવી. આ દરમિયાન વિક્રમ ખુદ 90 ડિગ્રી સુધી લંબવત સ્થિતિમાં ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્ર પર 14 દિવસ સુધી અજવાળું એટલે કે એક દિવસ અને 14 દિવસ માટે રાત હોય છે. હાલમાં ચંદ્ર પર રાત્રિ છે અને 23 ઓગસ્ટ એટલે કે આજે ત્યાં સૂર્યોદય થશે. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન બંને સોલર પેનલની મદદથી ત્યાં ઊર્જા પ્રાપ્ત કરી શકશે.
લેન્ડરની શું છે સ્થિતિ?
લેન્ડર હાલમાં ચંદ્રની કક્ષામાં ભ્રમણ કરી રહ્યું છે. લેન્ડિંગ પહેલાં તેને 90 ડિગ્રી પર સીધું કરાશે. તે ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટે એ જ રીતે આગળ વધશે જે રીતે રોકેટ સાથે ધરતીથી ઉડાન ભરી હતી. ઈસરોના ચીફ એસ.સોમનાથે કહ્યું છે કે ચંદ્રયાન-3ને એ રીતે બનાવાયું છે કે જો તમામ સેન્સર ફેલ થઈ જશે તો પણ તે લેન્ડિંગ કરશે. બંને એન્જિન બંધ થશે તો પણ તે લેન્ડિંગ કરવામાં સક્ષમ રહેશે.
લેન્ડિંગ સામે છે આ 3 પડકાર
ચંદ્રયાન-3 (chandrayan-3) સામે પ્રથમ પડકાર એ છે કે લેન્ડરની ઝડપને કાબૂમાં રાખવી. ચંદ્રયાન-2 વખતે વધારે ઝડપ હોવાથી ક્રેશ થઈ ગયું હતું. આ ઉપરાંત ચંદ્રયાન-3 સામ બીજો પડકાર એ છે કે લેન્ડર ઉતરતી વખતે સીધું રહે. જ્યારે ત્રીજો પડકાર એ છે કે તેણે એ જ જગ્યા પર લેન્ડિંગ કરવાનું રહેશે જે ઈસરોએ પસંદ કરી છે. ગત વખતની જેમ જ્યાં ત્યાં કે પછી ખાડા ટેકરાવાળી જગ્યા પર ટકરાશે તો ચંદ્રયાન-2ની જેમ તે પણ ક્રેશ થઈ જશે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
read more
ભલે મંદીમાંથી પસાર થઇ રહ્યું ચીનનું અર્થતંત્ર, પરંતુ તેને અવગણી તો ના જ શકાય