લોકસભાની ચૂંટણી રાજકીય ખળભળાટ પણ જોર પર છે. પહેલા મહારાષ્ટ્ર અને હવે બિહારમાં મોટા રાજકીય ફેરફારો જોવા મળ્યા છે. ઇન્ડિયા એલાયન્સનો પાયો નાખનાર નીતિશ કુમારે જ ઇન્ડિયા એલાયન્સ સાથે છેડો ફાડી નાખ્યો છે. અને ભાજપ સાથે જોડાઈ ગયા છે. જો કે બિહાર બાદ અન્ય રાજ્યોમાં પણ ઇન્ડિયા એલાયન્સમાં ટિકિટ વિતરણનો લઇ વિખવાદ ચાલી રહ્યો છે. મમતા બેનર્જીના લોકસભાની ચૂંટણી એકલા લડવાના નિર્ણય બાદ અને નીતિશ કુમારે ફરીથી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ એકતરફી નિર્ણય જાહેર કર્યો છે. અને જેને લઇ ઇન્ડિયા એલાયન્સમાં ખાસ કરીને કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે.
જો કે અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાનો સીધો ઇનકાર કર્યો નથી, પરંતુ તેમણે તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ દર્શાવી છે.
તેમણે એક ટ્વીટમાં સ્પષ્ટ કહી દીધું છે કે, ‘સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસ માટે 11 સીટો અલગ રાખી છે.’
સમાજવાદી પાર્ટી દ્વારા 11 બેઠકો ફાળવવાના આ એકપક્ષીય નિર્ણયથી કોંગ્રેસ સંપૂર્ણપણે અજાણ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ બેઠક વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યા હતા અને અખિલેશ દ્વારા ટવિટ કરી નિર્ણય પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જે પાર્ટીના નેતાઓ માટે આંચકા સમાન હતું. જો કે કોંગ્રેસે સંયમ જાળવી રાખ્યો પરંતુ અસ્પષ્ટ પ્રતિભાવ આપ્યો.
તેમણે સ્પષ્ટતા કરી હતી કે અખિલેશે બેઠકો અંગે નિર્ણય લીધો નથી પરંતુ માત્ર પ્રથમ તબક્કાની બેઠકોની જાહેરાત કરી છે, જે સૂચવે છે કે વધુ ચર્ચા થશે અને વધુ બેઠકો ફાળવવામાં આવશે. કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે તે કેટલી બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
એ પણ નોંધનીય છે કે સપાએ કોંગ્રેસ માટે માત્ર 11 બેઠકો અનામત રાખી નથી, પરંતુ તેમાંથી કઈ બેઠકો પણ પસંદ કરી છે, જો કે હજુ સુધી આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તો સપાએ કોંગ્રેસ માટે બેઠકોની યાદી તૈયાર કરી છે જેમાં અમેઠી અને રાયબરેલી સિવાય પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફતેહપુર સિકરી અથવા આગરા, બુલંદશહર, નોઈડા, ગાઝિયાબાદ, સહારનપુર, કાનપુર અને મહારાજગંજ જેવી બેઠકોનો સમાવેશ થાય છે.
બીજી તરફ કોંગ્રેસે ઉપરોક્ત બેઠકો સહિત 25 મજબૂત બેઠકોની યાદી બનાવી છે. મુખ્ય સવાલ એ છે કે જ્યારે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે અખિલેશે સીટ વહેંચણીનો આ એકતરફી નિર્ણય કેમ લીધો? સ્પષ્ટ છે કે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન થયેલા અપમાનનો અખિલેશે કોંગ્રેસને તેમની ભાષામાં જવાબ આપ્યો છે. જ્યાં ચર્ચા પછી સપાને છોડી દેવામાં આવી. છેલ્લા એક સપ્તાહમાં કોંગ્રેસને અનેક ફટકા પડયા છે. જેમાંથી એક અખિલેશ યાદવનું ટ્વિટ પણ એક મોટો ફટકો છે.
સપાના આંતરિક સૂત્રોનું કહેવું છે કે 11 બેઠકો સિવાય કોંગ્રેસને બેથી ચાર વધુ બેઠકો આપવામાં આવી શકે છે. જો કે કોંગ્રેસ 25 બેઠકોના લક્ષ્યાંક સાથે સહમત થાય તેવી શક્યતા નથી. કોંગ્રેસ માને છે કે ઉત્તર પ્રદેશમાં 20 થી ઓછી બેઠકો પર ચૂંટણી લડવાથી તેની છબી અને મનોબળ પર નકારાત્મક અસર પડશે, તેથી તે સપા પાસેથી 20 થી 25 બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખે છે. બીજી બાજુ એક અઠંગ અને અનુભવી રાજકીય ખેલાડીની જેમ, અખિલેશ પણ ન તો કોંગ્રેસ સાથે સંબંધ તોડે છે , કે કોઈ સ્પષ્ટતા પણ હજુ સુધી આપી નથી. હવે કોંગ્રેસ આ શરતો પર અખિલેશ યાદવ સાથે ગઠબંધન માટે સંમત થશે કે અન્ય વિકલ્પો શોધશે તે તો સમય જ બતાવશે.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
મહાત્મા ગાંધીના મર્ડર કેસની FIR? ગોડસે જ નહીં આ 12 પણ હતા આરોપી , આ જજે સંભળાવ્યો હતો ચુકાદો