7૨૦૨૨ની સીઝનમાં મેજબાન યુએઇનું નામ લખવામાં આવ્યું હતું.
૨૦૦૮ પછી પાકિસ્તાન એશિયા કપનું મેજબાન દેશ બન્યું છે.
એશિયા ખંડની ક્રિકેટ ટીમો વચ્ચે એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આગામી ૩૦ ઓગસ્ટથી ૧૯ સપ્ટેમ્બર સુધી એશિયા કપ ૨૦૨૩ રમાવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમવાર એશિયા કપ હાઇબ્રિડ મોડેલના આધારે રમાશે. કુલ ૧૪ મેચ રમાશે જેમાંથી ૪ પાકિસ્તાનમાં રમાવાની છે. જયારે ફાઇનલ સહિતની ૯ મેચ શ્રીલંકામાં આયોજન થયું છે.લ એશિયાકપમાં ભારત,પાકિસ્તાન અને નેપાળની ટીમ એક જ ગુ્પમાં છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો ૨ સપ્ટેમ્બરના રોજ શ્રીલંકાના કેન્ડી ખાતે થશે. શું ભારતની ટીમ પાકિસ્તાન નામ લખેલી જર્સી પહેરીને એશિયાકપમાં રમવા માટે ઉતરશે ? એવી ચર્ચા ચાલી રહી છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર ખુલાસો થયો નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટસને ટાંકીને વિરાટ કોહલી અને રોહિત શર્માનો ફોટો વાયરલ થઇ રહયો છે. આના માટે એવો તર્ક રજૂ કરવામાં આવી રહયો છે કે પાકિસ્તાન આ વખતે એશિયા કપનું મેજબાન દેશ છે.
૨૦૧૬માં એશિયા કપનું આયોજન થયું ત્યારે મેજબાન દેશનું નામ જર્સી પર લખવામાં આવતું ન હતું પરંતુ ૨૦૧૮ અને ૨૦૨૨ની સીઝનમાં મેજબાન દેશનું નામ લખવામાં આવ્યું હતું. ૨૦૧૮ અને ૨૦૨૨માં યુએઇ ખાતે એશિયા કપ યોજાયો હતો. આ વખતે પાકિસ્તાન એશિયા કપની મેજબાની રહયું છે ત્યારે જર્સી પર એશિયા કપના લોગો સાથે શું પાકિસ્તાન પણ લખવામાં આવશે ? પાકિસ્તાન છેલ્લે ૨૦૦૮માં એશિયા કપ યોજાયો હતો જેની ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ૧૦૦ રનથી હરાવીને શ્રીલંકા એશિયા કપ વિજેતા બન્યું હતું.