આઈપીએલમાં બે મહિના સુધી ઉત્સાહ પૂર્વક રમી, દર્શાઓનું મનોરંજન કરી થાકેલા ખેલાડીઓ તરત જ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે નીકળી ગયા હતા. બે મહિનાની રમતનો થાક પણ હજુ ઉતર્યો ના હતો. અને પરિણામ આપણી સામે છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ T20 લીગ હોવા છતાં પણ ભારતીય ક્રિકેટ ટિમ વર્લ્ડ કપ જીતી નથી શકી એ હકીકત છે. ચેલ 1966માં છેલ્લે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી હતી.
ટીમ ઈન્ડિયાને WTC ફાઇનલમાં હારી અને હારની ઠીકરું ટીમના કેપ્ટ્ન રોહિત શર્માના માથે ફોડવાનું શરુ થઇ ગયું હતું. સોશિયલ મીડિયાને કેપ્ટન રોહિત શર્માના રૂપમાં એક મુદ્દો મળ ગયો હતો. દર વખતે ICC ટ્રોફીમાં નિરાશાજનક હાર પછી, ટીકાકારો નિષ્ફળતાનો દોષનો ટોપલો ફોડવા માટે કોઈને કોઈ બલીનો બકરો શોધી કાઢતા હોય છે.
આ વર્ષે રાહુલ દ્રવિડ ટ્રોલર્સની નજરે ચઢી ગયો છે. રોહિતની કપ્તાની દરમિયાન કોચ ગ્રેગ ચેપલ તરીકે હતા. અને વિરાટ કોહલીની કપ્તાનીમાં રવિ શાસ્ત્રી કોચ હતા. પરંતુ, રોહિત શર્માને લગભગ દોઢ વર્ષ સુધી કેપ્ટનશીપ મળી છે અને તે સમયથી દ્રવિડ પણ તેની સાથે કોચ તરીકે જોડાયેલા છે. પરંતુ, હાર બાદ કોચ દ્રવિડ ક્યારેય ટ્રોલર્સના નિશાન પર નથી. એ વાત અલગ છે કે રોહિત શર્માની કેપ્ટ્નશીપમાં પહેલા એશિયા કપ, પછી T20 વર્લ્ડ કપ અને હવે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.
સોશિયલ મીડિયામાં અજિંક્ય રાહણે અથવા રવિચંદ્રન અશ્વિનને કેપ્ટ્ન બનાવવા માટે માંગ કરાઈ રહી છે. તો શું અજિંક્ય રહાણેને ટેસ્ટ કેપ્ટનશિપ આપવી જોઈએ? અરે ભાઈ, જે બેટ્સમેન છેલ્લા દોઢ વર્ષથી ટીમની બહાર હતો, અને નસીબના જોરે જેનું પુનરાગમન થયું અને એક બેટ્સમેન તરીકે પોતાની યોગ્યતાઓ સાબિત કરી તેને ભરોસે ટીમનું સુકાનીપદ સોંપવું કેટલું યોગ્ય છે ?
હવેથી 4 મહિના પછી ભારતમાં વન-ડે વર્લ્ડ કપ યોજાવાનો છે. અને આવી મોટી ટુર્નામેન્ટ પહેલા પાકિસ્તાન સિવાય બીજા કોઈ દેશે પોતાના સુકાની બદલ્યા નથી.
પાંચ IPL ટ્રોફી અને એક એશિયા કપ જીત્યા બાદ રોહિત શર્માને ખાસ બે વર્ષ માટે કેપ્ટનશિપ આપવામાં આવી હતી, તો શું હવે તેને પડતો મુકવો યોગ્ય કહેવાય?
હાર્દિક પંડ્યાને સુકાનીપદ આપવાનો અર્થ એ છે કે તેણે આગામી ચાર મહિનામાં દરેક શ્રેણીમાં રમવું પડશે.પરંતુ bcci ચોક્કસ પાને આ નિર્ણય નહિ લે. શુભમન ગિલ એક સારો વિકલ્પ છે. પરંતુ તેનામાં અનુભવનો અભાવ છે. વિરાટ કોહલીને પણ સુકાની પેડ આપી અનુભવ કરી લીધો છે.
જસપ્રીત બુમરાહ, રિષભ પંત, શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત છે. સુકાની પદ તો ઠીક પણ રમી શકે તેવી સ્થિતિમાં પણ નથી. કહેવાનો મતલબ એ છે કે પસંદગીકારો અને BCCI ચાહકોની ભાવનાત્મક અપીલને ધ્યાનમાં લે અને ઈચ્છે તો પણ રોહિતને સુકાનીપદેથી હટાવી શકાય નહીં.
જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 2007 અને 2013 વચ્ચે ત્રણ ICC ટ્રોફી જીતી હતી ત્યારે લાગ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની જેમ જ વર્લ્ડકપમાં ટ્રોફી જીતવાણી ભારતને પણ આદત પડી છે. પરંતુ આ એકાધિકાર બહુ લમ્બો ના ચાલ્યો. અને ધોની બાદ આ કરિશ્મા કરવામાં અભારતીય ખેલાડીઓ પાછા પડ્યા છે.
42 વર્ષના કુલ ગાળામાં ધોની સિવાય અન્ય કોઈ કેપ્ટન એક પણ ટ્રોફી જીતી શક્યા નથી. આ યાદીમાંથી માત્ર કપિલ દેવને અલગ થવું પડશે કારણ કે 1983માં તેણે પ્રથમ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં વન-ડે વર્લ્ડ કપ અને ટી20 ફોર્મેટમાં પણ ચેમ્પિયન છે, પરંતુ ઈંગ્લેન્ડને 1975 થી 2019 સુધીના દરેક વર્લ્ડ કપમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. આ એ જ ઈંગ્લેન્ડ છે જેણે ક્રિકેટને જન્મ આપ્યો હતો. આ હારથી દરેક ભારતીય દુઃખી છે. ગુસ્સો પણ આવ્યો. પરંતુ હકીકત એ જ છે કે wtc એ IPL તો નથી જ.
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?