રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું. ક્યારે શું થશે કોઈ કહી શકે તેમ નથી. કોણ કોના ખોળે બેસશે ક્યારેય કહી શકાય નહી. અને અ આવત આજે અજીત પવારે સાબિત કરી આપી છે. કાકા શરદ પાવર સાથે છેડો ફાડી અજીત પાવર એક જ કલાક માં મહારાષ્ટ્રના વિપક્ષના નેતામાંથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બની ગયા છે. જો કે આ ઘટનાના બીજ તો જે દિવસે શરદ પવારે પોતાની પુત્રી સુપ્રિયા સુલે ને એનસીપી ની કાર્યકારી અધ્યક્ષ બનાવી તે દિવસે જ રોપી ગયા હતા. પરંતુ પુત્રીના પ્રેમમાં કદાચ શરદ પાવર ભત્રીજાની મહત્ત્વકાંક્ષા વિસરી ગયા હતા.
જો કે આ પહેલી વાર નથી જયારે અજીત પાવર એનસીપીથી વિખુટા પડ્યા હોય ભૂતકાળમાં મહારષ્ટ્ર વિધાનસભા પરિણામો બાદ પણ અજીત પવારે આવું જ કઈંક કર્યું હતું. ચૂંટણીમાં ભાજપે શિવસેના સાથે ગઠબંધનમાં 105 બેઠકો જીતી હતી, જેમાં શિવસેનાએ 56 બેઠકો જીતી હતી. સાથે મળીને સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો હોવા છતાં, સત્તાની વહેંચણી પર વિવાદ થયો હતો. મુખ્યમંત્રી પદ કોને મળશે તે વિવાદનો મુખ્ય મુદ્દો હતો, જેના પરિણામે શિવસેનાએ ભાજપને બદલે વૈચારિક રીતે અલગ કોંગ્રેસ અને એનસીપી સાથે વાતચીત શરૂ કરી.
દરમિયાન મહારાષ્ટ્ર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર સાથે રાતોરાત સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપ્યું છે. 23 નવેમ્બરના રોજ વહેલી સવારે ફડણવીસ અને અજિત પવારનો શપથ ગ્રહણ સમારોહ આશ્ચર્યજનક રીતે યોજાયો હતો. જેમાં તત્કાલિન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે અને અજિત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. આ સરકાર માત્ર ત્રણ દિવસ ચાલી હતી, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી દ્વારા રચાયેલા મહાવિકાસ અઘાડી ગઠબંધનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
જો કે આ ચાર વર્ષ દરમિયાન અનેક વાર અજીત પવારની નારાજગી જોવા મળી હતી. પરંતુ ૮૨ વર્ષીય શરદ પવારે થોડા મહિનાઓ પહેલા એનસીપીમાંથી રાજીનામું મુકવાની વાત કરી અને રાજકીય કર્ય્ક્રતાઓનો મિજાજ જાની લીધો કે પોતાને હજુ પણ શતરંજના ખેલાડી બનીરહેવા માટે સક્ષમ છે. પરંતુ તેના થોડા દિવસો બાદ તેમને પોતાની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. કહેવાતું હતું કે, અજિત પવારની નારાજગી સામે ન આવે તે માટે પ્રફુલ પટેલને પણ આ પદ પર બેસાડી દીધા છે. જો કે રાજકીય વર્તુળોમાં ઘણી વખત એવી ચર્ચા થતી હતી કે શરદ પવાર તેમના ભત્રીજાને પ્રમોટ કરશે, પરંતુ તેમણે તમામ અટકળો પર તાળું મારી દીધું કહેવાતું હતું. પરંતુ આ અજીત પાવર હતા. અને તેમની મહત્ત્વકાંક્ષા કોઈનાથી છુપી નોહતી. પરંતુ રાજકારણના અઠંગ ખેલાઈ ગણાતા શરદ પવાર પુત્રી પ્રેમમાં માત ખાઈ ગયા. એ ભૂલી ગયા કે સીએમની ખુરશી માટે એકવાર એનસીપી છોડી ગયેલા અજીત પવારને બીજી વાર એનસીપી છોડતા વાર નહી લાગે. આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું. અજીત પાવર મહાર્શ્ત્રના વિપક્ષના નેતામાંથી સીધા જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બની ગયા છે. પરંતુ હવે જોવાનું એ રહે છે કે શરદ પાવર હવે કઈ ચાલ ચાલે છે. કે પછી તેમનો આ નિર્ણય એનસીપીની નૈયા ડુબાડશે.