આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મહિલાઓના વિશેષ યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આ અવસર પર તમારા જીવન સાથે જોડાયેલી દરેક સ્ત્રીને, પછી તે પરિવારમાં હોય, શાળા-કોલેજમાં હોય કે ઓફિસમાં હોય, તેમને સ્પેશિયલ ફિલ કરાવો. અહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર છોકરીઓ માટે કેટલીક ભેટો છે, જે તમે તમારી માતા, પુત્રી, બહેન, પત્ની અથવા સ્ત્રી મિત્રોને આપી શકો છો.
માતા માટે ભેટ
વુમન્સ ડે પર તમે તમારી માતાને સમય ગિફ્ટ કરી શકો છો. તેમની સાથે સમય વિતાવો, વાત કરો અથવા રસોડાના કામમાં મદદ કરો. માતાને આનાથી વધુ કંઈ જોઈતું નથી. જો કે, જો તમે તેમને યાદગાર ભેટ આપવા માંગતા હોવ તો તમે તેમને સાડી આપી શકો છો. તમે તેમના માટે બંગડીઓ અથવા બ્રેસલેટ લાવી શકો છો. ઓનલાઈન માધ્યમથી તમે બજેટમાં માતા માટે ભેટ ખરીદી શકો છો.
પત્ની માટે ભેટ
8મી માર્ચે તમારી પત્નીને ભેટ આપીને તમે તેને સ્પ્ર=સ્પેશિયલ ફિલ કરાવી શકો છો. આ માટે તમે તેને ઈયરિંગ્સ અથવા બ્રેસલેટ અને પેન્ડન્ટ ભેટ તરીકે આપી શકાય છે. તમે તેમને તેમની પસંદગીનું કંઈપણ ગિફ્ટ પણ કરી શકો છો. ખાસ ડીનરનું આયોજન પણ કરી શકો છો.
બહેન માટે ભેટ
તમારી બહેનને કહો કે દીકરી કે છોકરી હોવું એ નબળાઈ નથી પણ આશીર્વાદ છે. આ માટે, તમે મહિલા દિવસના અવસર પર તમારી બહેનને પર્સ, હેન્ડબેગ અથવા પુસ્તક ભેટમાં આપી શકો છો. જો તમે શ્રેષ્ઠ ભેટ આપવા માંગતા હોવ, તો તેમને સ્વ-રક્ષણ માટે તૈયાર કરો. આ માટે, તેમને જુડો, બોક્સિંગ વગેરે જેવા કોઈપણ સંરક્ષણ વર્ગમાં પ્રવેશ અપાવો.
પુત્રી માટે ભેટ
તમારી દીકરીને ચોકલેટ, કેક કે અન્ય કોઈ મનપસંદ ભેટ આપીને મહિલા દિવસની ઉજવણી કરો. તેમને બહાર ફરવા લઈ જઈ શકે છે. જો તમારી દીકરી મોટી છે તો તેને સ્કુટર, કાર કે બાઇક કેવી રીતે ચલાવવી તે શીખવી શકો છો. જો તમારી દીકરી નાની છે તો તેને સ્ત્રી હોવાના ફાયદા જણાવો. તેણીને કહો કે તેણી શું કરી શકે છે.
મિત્ર માટે ભેટ
તમારી સ્ત્રી મિત્રને પુસ્તક, ચોકલેટ અથવા ફૂલો ભેટ આપીને મહિલા દિવસની શુભકામનાઓ આપી શકો છો. તમે તેમને આભાર કાર્ડ પણ આપી શકો છો અને એક મહિલા તરીકે તમારા જીવનમાં અને સમાજમાં ખુશીઓ લાવવા અને ઘણા રંગો ઉમેરવા બદલ તેમનો આભાર માનો છો.