-
ભરૂચમાં પહેલીવાર ભાજપ સામે કોઈ વિપક્ષનો જોવા મળ્યો ઝંઝાવાતી જુવાળ “યે ચૈતર વસાવા હે ઝુકેગા નહિ” : ભગવંત માન
ભરૂચ લોકસભાની ચૂંટણીના 72 વર્ષના ઇતિહાસમાં પેહલી વખત કોઈ શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી જુવાળ આજે આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ રેલીમાં જોવા મળ્યો હતો.
ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આપના ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું જાહેર સભા તેમજ રેલીમાં જોવા મળ્યું છે.
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી. ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી.
જનસેલાબ અને ડી.જે. ના કાફલા વચ્ચે ઇન્ડિ ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇયાલિયા, યુવરાજસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સાથે કોંગ્રેસ અને આપના સમર્થકોનું કીડીયારું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું.
એક જ ચાલે ચૈતર ચાલે ના ડી.જે. પર નાદ અને સેંકડો લોકો તેમજ વહાનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પોહચી હતી.
જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી. ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો.
ભાજપના ગઢમાં શક્તિનાથ સર્કલ પરથી જ ચૈતર વસાવાએ એલાન કર્યું હતું કે, તુમકો ક્યાં લગતા થા નહિ લોટેગે. જબ તક તોડે ગે નહિ છોડગે નહિ. હમ કો ક્યાં આંડુ પાંડુ સમજા હે ક્યાં… યે ચૈતર વસાવા હે ઝુકેગા નહિ.
આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જનસેલાબ વચ્ચે એક પછી એક ઝંઝાવાતી ડાયલોગ વચ્ચે 30 વર્ષમાં ભાજપના મનસુખ દાદાએ પોતાની સરકાર હોવા છતાં કઈ નહિ કર્યું હોવાનું તેમજ તેમની ગ્રાન્ટ પણ વાપરી નહિ હોવાનું જણાવી દીધું હતું.
ભરૂચ લોકસભાના દરેક મતદારને તેઓએ ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ, ભાગવત માન બની મત આપવા અપીલ કરી હતી. સાથે દરેક વ્યક્તિને 10-10 મતની જવાબદારી લઈ ભરૂચ લોકસભા ચૂંટણીમાં 10 લાખ મત લઈ નીકળવા આહવાન કર્યું હતું.
જોકે ભરૂચમાં રીવરફ્રન્ટ, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફોરલેન હાઇવે તેમજ ભરૂચ પાલિકાને મહાનગર પાલિકા બનાવવાના ઢંઢેરામાં ભરૂચને અમે નગરપાલિકા બનાવી ને જ રહીશું નો ભાંગરો વાટી દીધો હતો.
બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને યે માહોલ તો મેને પંજાબ મેં ભી નહિ દેખા તેમ લોકજુવાળને જોઈ કહી દીધું હતું. ભરૂચ કે લોગો ને ફેસલા કર દિયા હે એલાન બાકી હે. ચૈતર ભાઈ કેજરીવાલ જી વ્યક્તિ નહિ સોચ હે.
કેજરીવાલ કો તો ભાજપ વાલોને જેલ કરવા દી લેકિન ઉનકી સોચ કો કેસે ગિરફ્તાર કરેગે કહી. કરારા જવાબ મિલેગા, યે કુદરત હે. નીચે ભી નહિ ઉપર ભી કુછ હે.
યે લોકતંત્ર હે લોક ચાહે તો અર્શ પર ઓર અહંકાર કિયા તો ફર્સ પર. ભાજપ વાલે ભાષણ નહિ લોગો કે દિલ કી આવાજ સુનો. યે ભરૂચ કી ભડાસ આજ નિકલ રહી હે કહી મતોથી ભાજપને મહાત આપવા અપીલ કરી હતી.
ભરૂચ બ્યુરો ચીફ