જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર
ગુજરાતની ધરતી શુરા સાથે સંતની ધારા પણ કહેવાય છે. વશિષ્ઠ ઋષીએ વાલિયા લુંટારાને વાલ્મીકી ઋષિ બનાવ્યા હતા તે આપને સૌ જાણીએ જ છીએ પણ ગુજરાતની એક સત્યવાન નારીએ જેસલ જેવા લુતારને સાધુ બનાવ્યાના દાખલા પણ જોવા મળે છે. આજે પણ ગુજરાતના કચ્છના અંજારમાં જેસલ- તોરલની સમાધિ નામે આ સ્થળ આવેલું છે. અને વર્ષે લાખો પ્રવાસીઓ તેની મુલાકાત લે છે.
જેસલ તોરલ સમાધિ સાથે સંકળાયેલ એક અસાધારણ દંતકથા, વાર્તાઓ અનુસાર, પંદરમી સદીમાં, જેસર જામ લાખા જાડેજાનો પૌત્ર હતો, જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પત્ની તોરલ , તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. અને ઘોડાના તબેલામાં છુપાઈ જાય છે.
પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી ઉછળતી કુદતી જમીનમાંથી ખિલ્લો ઉખેડીને બહાર પોતાના માલિક પાસે દોડી જાય છે. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળ ઘોળીને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરે છે. અને ફરી ખીલ્લો થોકે છે. પરંતુ ખીલ્લો થોક્વાની કોશિશમાં ખીલ્લા નીચે જેસલનો હાથ આવી જાયછે. પરંતુ મર્દ જેનું નામ જેસલના મોઢામાંથી હુકાર પણ નથી નીકળતો અને રાતના અંધારામાં રખેવાળ ઘોડી બાંધી પાછો નીકળી જાય છે.
રાત્રે ભજન પુરા થયા અને તોરલ પ્રસાદ વહેંચી રહી હતી. ત્યારે માત્ર એક જ વ્યક્તિ જેટલો પ્રસાદ વધે છે. અગાઉના સમયમાં પ્રસાદ આશરે બનાવવામાં આવતો અને ભજનમાં હાજર બધા જ વ્યક્તિઓમાં માપમાં વેહેચવામાં આવતો પરંતુ આજે પ્રસાદ વધ્યો તળે તોરલને શંકા ગઈ કે કોઈ વય્ક્તિ બાકી રહી ગયું છે. તેને ચારેબાજુ નજર નાખી પરંતુ કોઈ દેખાયું નહી.
પ્રચી ઘોડાના તબેલા માં નજર નાખી ત્યાં ખીલા નીચે જેસલનો દબાયેલો હાથ જોયો. તોરલ અને સવસધીરે જેસલને બહાર કાઢ્યો. તેને આ રીતે અહીં પહોંચવાનું કારણ પૂછ્યું, તો જેસલે તોરી, તલવાર અને તોરલ દેવીની માંગણી કરી. સવસધીરે તેની ઈચ્છા પૂરી કરી હતી.
ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજા એ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી ને મળી ગઈ. તોરણ ને સાથે લઈને જેસલ કચ્છ તરફ જવા માંડ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વાહણ માં બેઠા જ્યારે બરોબર મધદરીએ તુફાન આવ્યો ત્યારે એકાએક વાદળ ચડી ગયા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા માંડ્યો. દરિયામાં તોફાન આવ્યું. ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા. વાહ ડોલમ ડોલ થવા લાગયું. અચાનક પલટાયેલા મોહોલ જોઈને જેસલને લાગ્યું વહાણ હમણાં જ ડૂબી જશે. જેસલ કાયરની માફક કાંપવા લાગ્યો. સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠા હતા. તેના મુખ ઉપર કોઈપણ ભઈ ન હતો.
પણ શાંત તેજસ્વિતા હતી. જેસલને આ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરા તા આ નારી સીધીસાદી સતી છે. જેસલને તેમાં દેવીશક્તિ દેખાવા લાગી. જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું. અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યો. એને ઝંઝાવાતમાં થી બચવા તોરલ દેવી ને વિનંતી કરવા માંડી. તોરલ એ જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવાનું કીધું. ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો. તેના અંદરની નિર્દયતા નસ્ટ થઈ ગઈ. અભિમાન ઓગળી ગયું. બીજી તરફ સમુદ્રનું તોફાન પણ શાંત થઇ ગયું.
થોડાક જ સમયમાં બહારવટિયા જેસલ નું ધરમૂળ નો પલટો આવી ગયો. અને તેનો હદય ફાયદો થઈ ગયો. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાઈ ત્યારે તેનો બધું અભિમાન ઓગળી ગયું. મોતી તે ભારે વાની ડરવા લાગ્યો. અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી.
જેસલ આ ઘટના પછીના તમામ પાપો સ્વીકારી ભક્તિના માર્ગે આગળ વધે છે. જેસલ એ પછી ભક્તિની ઘણા પદની રચના કરે છે. તેને પોતાના પદમાં પોતાના ખરાબ કાર્યોનો પણ સ્વીકાર કર્યો છે.
આજે પણ કચ્છમાં આ બંનેની સમાધિ આવેલી છે. આ બે સમાધિ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર. એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે. ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે.